ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એકપણ ચૂંટણી ના લડનાર ગુજરાતની રાજકીય પાર્ટીઓને કરોડોનું ફંડ, આ 6 પાર્ટીઓનાં નામ પણ નહીં સાંભળ્યાં હોય
Last Updated: 06:22 PM, 5 September 2026
ADVERTISEMENT
દેશમાં સરકાર રચવા માટે અનેક રાજકીય પાર્ટીઓ ગડમથલ કરતી હોય છે. ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે રાજકીય પક્ષો તેમના ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતારે છે. પરંતુ એક રિપોર્ટના આધારે 6 જેટલા એવા પક્ષો છે કે જેમણે ક્યારેય ચૂંટણી મેદાન નથી જોયું છતાં તેમણે કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ મેળવ્યું છે. ભાજપ સિવાય, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીએસપી (BSP), સીપીએમ (CPM) અને એનસીપી (NCP) જેવી રાષ્ટ્રીય પાર્ટીઓને વર્ષ 2023-24 દરમિયાન કુલ 1480 કરોડનું ફંડ મળ્યું હતું. જેની સામે ગુજરાતની રાજકીય પાર્ટીઓને આ પાર્ટીઓ કરતાં વધુ ચૂંટણી ફંડ મળ્યું હતું.
ADVERTISEMENT

કઈ પાર્ટી ને કેટલું ફંડ મળ્યું*
ADVERTISEMENT

ADVERTISEMENT
આ તમામ રાજકીય પાર્ટીઓ ને રૂ 1700 કરોડ નું ચૂંટણી ફંડ મળ્યું હતું.
અધધ ચૂંટણી ફંડ મામલે કોંગ્રેસ ના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશ ની અંદર પારદર્શક ચૂંટણી વ્યવસ્થા માટે ભારતીય ચૂંટણી પંચ છે. ચૂંટણી પંચ વાતો કરે છે પારદર્શક ચૂંટણી ની પણ તે અમલ.માં નથી. એક પણ ચૂંટણીના લડનાર પાર્ટીઓ ને કરોડો રૂપિયા નું ફંડ મળે છે. નામ હોય ગરીબ કલ્યાણ પણ ફંડ મળે કરોડો રૂપિયા. આમ જનતમત પાર્ટી કોરોડો રૂપિયા નું ફંડ લઈ ને આમ આદમી પાર્ટી માં વિલીન થઈ જાય છે. કેન્દ્ર ની સરકાર અને એજન્સી ને પ્રશ્ન છે કે ગોટાળા કરી નાણાં ક્યાં ગયા તે તપાસ થવી કોઈ. સેલ પાર્ટી આવી ગઈ છે .કરોડો રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે. કાળા નાણાને સફેદ કરવામાં આવે છે. ફંડ આપનાર કોણ છે , આ પાર્ટીઓ ક્યાં પક્ષના વિલીન થયા અને શા માટે તે તપાસ થવી જોઈએ.
ADVERTISEMENT
અહીં સવાલ એ થાય છે રાજકીય પાર્ટીઓ કે જે ચૂંટણી મેદાને નથી ઉતરતા તેમણે આટલું બધું ફંડ કઈ રીતે મળ્યું. શું કાળા નાણાં ને સફેદ કરવા માટે કે અન્ય રાજકીય પાર્ટીઓ માટે ફંડ મેળવ્યું. અનેક સવાલ આ ફંડ ની રકમ થી ઊભા થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.