ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધો. 8ના વિદ્યાર્થીને આવ્યા 15 ટાંકા, વાલીએ કરી ફરિયાદ, તો CCTV ગાયબ!

ગુજરાત / ધો. 8ના વિદ્યાર્થીને આવ્યા 15 ટાંકા, વાલીએ કરી ફરિયાદ, તો CCTV ગાયબ!

Published By: Nidhi Panchal

Last Updated: 03:48 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યામંદિર શાળા હાલ એક ઘટનાને લઈને વિવાદમાં આવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીને શાળા છૂટ્યા બાદ તીક્ષ્ણ ઘા વાગતા 15 ટાંકા આવ્યા હોવા છતાં CCTV તપાસવામાં ન આવતા અનેક સવાલો ઉભા થયા છે.

ADVERTISEMENT

અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યામંદિર શાળા એક ગંભીર ઘટનાને લઈને વિવાદમાં આવી છે. મળતી માહિતી મુજબ, 31 તારીખે શાળા છૂટ્યા બાદ ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા વાગ્યા હતા. આ ઘટનામાં વિદ્યાર્થીને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને કુલ 15 ટાંકા આવ્યા હતા. ઘટનાને લઈને વિદ્યાર્થીના પરિવારજનોમાં પણ ચિંતા ફેલાઈ હતી અને શાળાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

sharada-school

ઘટના બન્યા બાદ બીજા જ દિવસે વિદ્યાર્થીના વાલી શાળામાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જોકે, વાલીએ ફરિયાદ કર્યા બાદ પણ શાળા દ્વારા ઘટનાને લઈને CCTV કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. એટલું જ નહીં, સમગ્ર ઘટનાની જાણ DEO કચેરીને પણ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. આ કારણે શાળાની કામગીરીને લઈને વધુ સવાલો ઉભા થયા છે.

શાળા તરફથી CCTV અંગે કારણ આપવામાં આવ્યું

સૌથી મહત્વની વાત એ છે કે ઘટના બન્યા બાદ લગભગ 6 દિવસ પછી શાળા તરફથી CCTV અંગે કારણ આપવામાં આવ્યું હતું. શાળાએ ટેક્નિકલ કારણસર CCTV બંધ હોવાનું કહીને બચાવ કર્યો હતો. જોકે, અહીં પણ સવાલ એ છે કે જો CCTV ટેક્નિકલ કારણસર બંધ હતું તો આખા દિવસનું CCTV રેકોર્ડિંગ કેવી રીતે ઉપલબ્ધ છે અને ઘટનાનો જે ચોક્કસ સમય હતો તે સમયનું જ CCTV ફૂટેજ કેમ ગાયબ છે? આ મુદ્દે હવે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

ઉભા થયેલા સવાલો વચ્ચે DEO કચેરી પણ હરકતમાં

CCTVને લઈને ઉભા થયેલા સવાલો વચ્ચે DEO કચેરી પણ હરકતમાં આવી છે. DEO દ્વારા CCTVના આધારે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. હવે શાળામાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના રેકોર્ડિંગ અને ઘટનાના સમયગાળાની માહિતીના આધારે સમગ્ર મામલાની હકીકત બહાર આવે તેવી શક્યતા છે. વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા કેવી રીતે વાગ્યા, ઘટના સમયે તેની આસપાસ કોણ હતું અને ત્યારબાદ શાળા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે તમામ બાબતો તપાસનો ભાગ બની શકે છે.

teacher

વિદ્યામંદિરના ટ્રસ્ટી સુરેશ બારોટે પણ પોતાનું નિવેદન આપ્યું

આ સમગ્ર મામલે શારદા વિદ્યામંદિરના ટ્રસ્ટી સુરેશ બારોટે પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ જે કિસ્સો બન્યો છે તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસની ઘણી નિષ્ફળતા જોવા મળી છે. 24 કલાકથી ઉપરનો સમય થયો હોવા છતાં પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. જે પરિસ્થિતિ છે તે જોતાં લાગે છે કે પોલીસે શરૂઆતથી જ આ કેસમાં યોગ્ય રીતે તપાસ કરી નથી.

આ પણ વાંચો : અમદાવાદના ઓઢવમાં 'કાકાજી'એ વહુની કરી છેડતી, નોટ પર નંબર લખીને ફેંકી દેતો, ઘર તોડાવીને લગ્ન કરવા હતા

સુરેશ બારોટે વધુમાં જણાવ્યું કે, જો શરૂઆતથી જ યોગ્ય દિશામાં અને ત્વરિત તપાસ કરવામાં આવી હોત તો આરોપીઓ અત્યાર સુધીમાં પકડાઈ ગયા હોત. તેમણે આ મામલે યોગ્ય તપાસ કરવાની અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. સાથે જ પીડિત પરિવારને વહેલામાં વહેલો ન્યાય મળે તેવી પણ માગણી કરવામાં આવી છે. હવે DEO દ્વારા CCTVના આધારે રિપોર્ટ માંગવામાં આવતા શાળાની ભૂમિકા, CCTVમાં રહેલી માહિતી અને ઘટનાના સમયનું ફૂટેજ કેમ ગાયબ છે તે સહિતના મુદ્દાઓ પર તપાસ આગળ વધશે. આ સમગ્ર મામલે તપાસ બાદ જ ઘટનાની સાચી હકીકત સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad School CCTV Controversy Sharda Vidyamandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ