ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આસામમાં પતિએ વટાવી ક્રૂરતાની હદ, 25 વર્ષીય પત્નીનું માથું કાપીને ફ્રીજમાં છુપાવી દીધું અને પછી...!

ક્રાઇમ / આસામમાં પતિએ વટાવી ક્રૂરતાની હદ, 25 વર્ષીય પત્નીનું માથું કાપીને ફ્રીજમાં છુપાવી દીધું અને પછી...!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 01:54 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guwahati News: આસામના ગુવાહાટીના હાથીગાંવ વિસ્તારમાં 25 વર્ષીય રિયા તાલુકદારની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ બશિષ્ઠપુર બાયલેન સ્થિત તેના ઘરમાંથી મળી આવ્યો છે

ADVERTISEMENT

Guwahati News: આસામના ગુવાહાટીના હાથીગાંવ વિસ્તારમાં 25 વર્ષીય રિયા તાલુકદારની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ બશિષ્ઠપુર બાયલેન સ્થિત તેના ઘરમાંથી મળી આવ્યો છે. પોલીસને શંકા છે કે તેના પતિ રામાનુજન ગોસ્વામીએ આ ગુનો કર્યો છે. એવો આરોપ છે કે હત્યા પછી રિયાનું માથું કાપીને કાળા પોલીથીન બેગમાં મૂકીને ફ્રિજમાં છુપાવી દેવામાં આવ્યું હતું.

ગુવાહાટીના હાથીગાંવ વિસ્તારમાં એક મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યાનો મામલો સામે આવ્યો છે. બશિષ્ઠપુર બાયલેનમાં 25 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ નૂનમતીની રહેવાસી રિયા તાલુકદાર તરીકે થઈ છે. પોલીસને શંકા છે કે તેના પતિ રામાનુજન ગોસ્વામીએ તેની હત્યા કરી છે. રામાનુજનનું પૈતૃક ઘર ગૌરીપુરમાં હોવાનું કહેવાય છે.

હત્યા પછી માથું કાપીને ફ્રિજમાં મુક્યુ

પોલીસના જણાવ્યા અનુસાર રિયા ફેન્સી બજારના એસી માર્કેટ વિસ્તારમાં એક બુટિકમાં કામ કરતી હતી. તેના કોઈ માતા-પિતા નહોતા અને પરિવારમાં એક જ ભાઈ હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સોમવારે રિયા અને તેના પતિ વચ્ચે કોઇ બાબતને લઇ ઝઘડો થયો હતો. ત્યારબાદ રામાનુજન રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરમાંથી નીકળી ગયા હતા.

VTV Digital 1

આ પણ વાંચોઃ Mount Everest / માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયરને ઝડપથી પીગળાવી રહ્યાં છે માનવ પેશાબ! કારણ ચોંકાવનારું

મંગળવારે પડોશીઓને ઘરમાંથી તીવ્ર દુગંધ આવવા લાગી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો. શંકાસ્પદ લાગતાં તેઓએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરની તપાસ કરી, જેમાં મહિલાની હત્યાની ભયાનક વિગતો બહાર આવી છે.

પોલીસ અનુસાર મહિલાની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. એવો આરોપ છે કે હત્યા પછી તેનું માથું તેના શરીરમાંથી અલગ કરીને ફ્રિજમાં છુપાવીને કાળા પોલીથીન બેગમાં મૂકવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Assam News Riya Talukdar Murder Case Guwahati News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ