ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય-આત્મહત્યા નિવારણ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ગાંધીનગર / વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય-આત્મહત્યા નિવારણ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Published By: Nidhi Panchal

Last Updated: 12:02 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને લઈને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, ડિપ્રેશન અને આત્મહત્યાના બનાવો અટકાવવા માટે શાળાઓમાં નિયમિત કાઉન્સેલિંગ અને જાગૃતિ કાર્યક્રમો યોજવા પડશે.

ADVERTISEMENT

ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં નવો સુધારો કરવામાં આવ્યો છે.

school-simple

નવા સુધારા મુજબ હવે રાજ્યની તમામ સરકારી અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે નિયમિત કાઉન્સેલિંગ કરાવવું અનિવાર્ય રહેશે. આ સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણને લઈને જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવું પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે માનસિક રીતે પણ સ્વસ્થ રહે અને તેમને કોઈ મુશ્કેલી હોય તો સમયસર મદદ મળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

9થી 12ના વિદ્યાર્થીઓમાં અભ્યાસ

ખાસ કરીને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં અભ્યાસ, પરીક્ષા, પરિણામ, પરિવાર અથવા અન્ય કારણોસર માનસિક તણાવ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થી પોતાની સમસ્યા કોઈને જણાવી ન શકે તો મુશ્કેલી વધી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શાળાઓમાં નિયમિત કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી માનસિક તણાવ કે ડિપ્રેશન અનુભવતો હોય તો તેની વહેલી ઓળખ કરવી પડશે. આવા વિદ્યાર્થીઓને તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અને સંવેદનશીલ સંસ્થાકીય મદદ પૂરી પાડવાની રહેશે. એટલે કે વિદ્યાર્થીની સમસ્યાને સામાન્ય બાબત માનીને અવગણવાને બદલે સમયસર તેના પર ધ્યાન આપવું પડશે.

જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે

આ ઉપરાંત શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને માનસિક તણાવ, ડિપ્રેશન જેવી સ્થિતિમાં મદદ લેવી અને પોતાની સમસ્યા અંગે વાત કરવી જરૂરી છે તે અંગે સમજ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમની મુશ્કેલીમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શાળા સ્તરે કાઉન્સેલિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા શિક્ષણ નિયમોમાં કરવામાં આવેલો આ ફેરફાર સુપ્રિમ કોર્ટના આદેશ બાદ લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને લઈને નવી જવાબદારી નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો : રામોસણામાં મંદિરના મહંતની માલિકીના પ્લોટને ટ્રસ્ટના નામે ચઢાવવાનો પ્રયાસ, 10 આરોપીઓ સામેલ!

આ નિર્ણયનો મુખ્ય હેતુ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓની સમયસર ઓળખ કરવી તેમજ આત્મહત્યાના બનાવોને અટકાવવાનો છે. વિદ્યાર્થીઓને મુશ્કેલી હોય ત્યારે તેમને યોગ્ય સમયે મદદ મળે અને તેઓ પોતાની સમસ્યા અંગે વાત કરી શકે તે માટે શાળાઓમાં કાઉન્સેલિંગ અને જાગૃતિ કાર્યક્રમો મહત્વની ભૂમિકા ભજવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Student Mental Health School Counselling Suicide Prevention

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ