ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 7 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 7 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 11:37 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

7 સપ્ટેમ્બર 2026ના અંક જ્યોતિષ મુજબ મૂળાંક 1 અને 8વાળાઓની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને કારોબારમાં લાભ મળી શકે છે. બાકીના મૂળાંકો માટે કરિયર, પરિવાર અને સ્વાસ્થ્યને લઈને મિશ્ર સંકેતો છે.

1/11

photoStories-logo

1. અંક જ્યોતિષ

7સપ્ટેમ્બર 2026નો દિવસ અંક જ્યોતિષની દૃષ્ટિએ મૂળાંક 1થી 9 સુધીના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. જેમાં અમુકને કારકિર્દીમાં નવા અવસર મળી શકે છે તો અમુકને આર્થિક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર પડી શકે છે. ચાલો જાણીએ આપના મૂળાંક મુજબ આજનો દિવસ કેવો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

આજનો દિવસ સકારાત્મક ફેરફારો અને નવી શક્યતાઓ લઈને આવી શકે છે. કોઈ સારા સમાચારથી મન પ્રસન્ન થશે અને પ્રગતિના નવા રસ્તા ખુલી શકે છે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને પ્રિયજનો સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. જોકે દાંપત્ય જીવનમાં કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે, આથી વાતચીતમાં સંયમ રાખો. તમારા માટે શુભ અંક 52 અને શુભ રંગ સિલ્વર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મૂળાંક 2

સંતાનને લઈને વગરવગરની ચિંતા કરવાની જરૂર નથી, તેઓ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત અને એકાગ્રતાની જરૂર પડશે. પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે, તેથી તેમની કાળજી રાખો. નોકરી કરતા લોકો માટે સ્થાન બદલાવ કે ટ્રાન્સફરના યોગ બની શકે છે અને પરિસ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે. તમારા માટે શુભ અંક 22 અને શુભ રંગ ગ્રે રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

આજનો દિવસ સામાન્ય રહેશે. વર્તનમાં અહંકારને હાવી ન થવા દો નહીં તો સંબંધો પર અસર પડી શકે છે. સ્વાસ્થ્યમાં બેદરકારી ન રાખો અને દિનચર્યા પર ધ્યાન આપો. પરિવારમાં શાંતિ અને પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. માતા સાથેનું ભાવુક જોડાણ વધુ મજબૂત થઈ શકે છે. તમારા માટે શુભ અંક 12 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. મૂળાંક 4

દાંપત્ય જીવન સામાન્ય રહેશે, પણ જીવનસાથી નાની વાતને લઈને નારાજ થઈ શકે છે. સંતાન પોતાની મહેનત અને પ્રદર્શનથી તમને સંતુષ્ટ કરશે. કાર્યક્ષેત્રમાં મનગમતી સફળતા માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે. સતત મહેનત કરતા રહો અને ઉતાવળમાં નિરાશ ન થાઓ. તમારા માટે શુભ અંક 2 અને શુભ રંગ ક્રીમ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

આજે દિવસ સામાન્યથી સારો રહી શકે છે. તમારા મનમાં નવા વિચારો અને અમુક નવી યોજનાઓ જન્મ લઈ શકે છે. જોકે, પરિવારના સભ્યો અથવા નજીકના લોકો તમારી દરેક વાત સાથે સહમત થાય એવું જરૂરી નથી. પોતાની વાત પર અડગ રહેવા કરતાં બીજાના વિચારો અને લાગણીઓને પણ સમજવાનો પ્રયાસ કરશો તો સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. બાળકોને લગતી જવાબદારીઓ વધવાથી થોડું વધુ ધ્યાન આપવું પડી શકે છે. તમારા માટે શુભ અંક 15 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મૂળાંક 6

દાંપત્ય જીવનમાં ચાલી રહેલી કેટલીક ગેરસમજો કે તણાવનો પ્રભાવ આજે પણ અનુભવાઈ શકે છે. જીવનસાથીની તબિયતને લઈને પણ મનમાં ચિંતા રહી શકે છે. બીજી તરફ, વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકો માટે નવા સંપર્કો બનવાની અને મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મુલાકાત થવાની શક્યતા છે. પ્રેમજીવનની વાત કરીએ તો દિવસ ઉત્સાહભર્યો રહી શકે છે અને સંબંધને આગળ વધારવા અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું મન થઈ શકે છે. તમારા માટે શુભ અંક 3 અને શુભ રંગ ગોલ્ડન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

આજનો દિવસ દરેક બાબતમાં તમારી અપેક્ષા મુજબ રહે એવું જરૂરી નથી. ખાસ કરીને કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો ઉતાવળ કરવાને બદલે તમામ પાસાં પર વિચાર કરવો યોગ્ય રહેશે. અચાનક થતા ખર્ચને કારણે બજેટ ખોરવાઈ શકે છે, તેથી પૈસાની બાબતમાં સાવચેતી રાખવી જરૂરી છે. લાગણીમાં આવીને મોટું રોકાણ કે આર્થિક નિર્ણય લેવાનું ટાળશો તો નુકસાનથી બચી શકશો. તમારા માટે શુભ અંક 27 અને શુભ રંગ વૉઇલેટ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. મૂળાંક 8

પરિવારમાં કોઈ મુદ્દાને લઈને મતભેદ કે તણાવનું વાતાવરણ સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં તમને થોડો સમય ઘરથી દૂર રહેવાની ઇચ્છા પણ થઈ શકે છે. જોકે, સંતાન તરફથી મળનારા કોઈ સારા સમાચાર તમારો મૂડ બદલી શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્સાહ વધારનારો છે જેમાં મહેનત અને એકાગ્રતાથી ભણશો તો તેના સારા પરિણામો મળવાની શક્યતા છે. તમારા માટે શુભ અંક 14 અને શુભ રંગ લાલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

વર્ક પ્લેસમાં આજે તમારી મહેનત રંગ લાવી શકે છે. તમારી કાર્ય કરવાની રીત અને સતત પ્રયત્નોની નોંધ લેવાઈ શકે છે જેના કારણે પ્રશંસા સાથે માન-સન્માનમાં પણ વધારો થવાની શક્યતા છે. દાંપત્ય જીવન સામાન્ય રીતે આગળ વધતું રહેશે. નાની-નાની વાતોને મન પર લેવાને બદલે હળવાશથી પરિસ્થિતિ સંભાળશો તો સંબંધોમાં પ્રેમ અને ખુશી જળવાઈ રહેશે. તમારા માટે શુભ અંક 12 અને શુભ રંગ લેમન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Numerology Ankarashi Root Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ