ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : જાણે ભૂકંપ આવ્યો' દિલ્હીમાં સત્ય નિકેતનમાં હોસ્ટેલની બિલ્ડિંગ ધરાશાયી, વિદ્યાર્થીઓ દટાયાં
Last Updated: 04:05 PM, 6 September 2026
ADVERTISEMENT
દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં એક બહુમાળી ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે થોડીવારમાં આખી ઇમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે અંદર 20-30 બાળકો ફસાયેલા હોઈ શકે છે. આ દુર્ઘટના મોતી બાગ નજીક સત્ય નિકેતનમાં શિવ મંદિર પાસે થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇમારતમાં એક પીજી હતું, તેથી વિદ્યાર્થીઓ અંદર હોવાની શંકા છે.
ADVERTISEMENT
दिल्ली विश्वविद्यालय के साउथ कैंपस के पास सत्य निकेतन में इमारत गिरने की सूचना मिलते ही NSUI की टीम तुरंत मौके पर पहुंची और राहत एवं बचाव कार्य में जुट गई।
— NSUI (@nsui) September 6, 2026
मलबे में फंसे DU के छात्रों को जल्द से जल्द सुरक्षित बाहर निकालने के लिए NSUI कार्यकर्ता लगातार मौके पर मौजूद हैं और हर… pic.twitter.com/E29dkDTiWF
30 વિદ્યાર્થીઓ ફસાયા
ADVERTISEMENT
અકસ્માત સ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. કોઈ કંઈ સમજે તે પહેલાં, ધૂળનું વાદળ બધે ફેલાઈ ગયું. નજીકના લોકો તરત જ ભાગવા લાગ્યાં હતા. કાટમાળ નીચે 20 થી 30 લોકો દટાયેલા હોઈ શકે છે. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ એમ પણ કહ્યું કે કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
કાટમાળ નીચેથી લોકો કરી રહ્યાં છે ફોન
ADVERTISEMENT
ઘટનાસ્થળે પહોંચેલા આરકે પુરમના ધારાસભ્ય અનિલ કુમાર શર્માએ જણાવ્યું હતું કે કાટમાળ નીચેથી કેટલાક લોકો ફોન કરી રહ્યા હતા. હજુ પણ ઘણા લોકો અંદર ફસાયેલા હોઈ શકે છે. બચાવ કામગીરી ચાલુ છે. સ્થાનિક લોકો પણ કાટમાળ સાફ કરવામાં બચાવ ટીમોને મદદ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો