ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જગત મંદિર દ્વારકાધીશના પરિસરનો વીડિયો વાયરલ થતા મંદિરની સુરક્ષા સામે સવાલ
Last Updated: 12:29 PM, 6 September 2026
ADVERTISEMENT
દ્વારકામાં આવેલા દ્વારકાધીશ જગત મંદિરને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. મંદિરની અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલનને લઈને અનેક સવાલો ઊભા થયા છે. મંદિર પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા સુરક્ષાના નિયમો હોવા છતાં પ્રતિબંધિત વિસ્તારમાંથી અંદરનો વીડિયો કેવી રીતે બનાવવામાં આવ્યો તે મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે.
ADVERTISEMENT

દ્વારકાધીશ જગત મંદિર દેશભરમાં શ્રદ્ધાનું મોટું કેન્દ્ર છે. અહીં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. ભક્તોની સુરક્ષા અને મંદિરની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મંદિર પરિસરમાં કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તેમાં જગત મંદિરની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પણ કડક પ્રતિબંધ છે. આમ છતાં મંદિરની અંદરથી વીડિયો શૂટ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો. વીડિયો સામે આવ્યા બાદ મંદિર પ્રશાસનના નિયમોને લઈને સવાલો ઊભા થયા છે. પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ ફોન પહોંચ્યો કેવી રીતે અને ત્યાંથી વીડિયો બનાવવાની મંજૂરી કોણે આપી તે અંગે પણ લોકો સવાલ કરી રહ્યા છે.
ADVERTISEMENT
વાયરલ થયેલા વીડિયોને લઈને એવી ચર્ચા છે કે સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ મેળવવા માટે મંદિરની અંદરનો વીડિયો બનાવવામાં આવ્યો અને તેને વાયરલ કરવામાં આવ્યો. મંદિર પ્રશાસન દ્વારા જ્યાં વીડિયો બનાવવા પર પ્રતિબંધ છે, ત્યાંથી વીડિયો બનાવવામાં આવતા નિયમોની ખુલ્લેઆમ અવગણના થઈ હોવાના સવાલો ઉઠી રહ્યા છે. મંદિરની અંદર મીડિયા કવરેજ કરવા પર પણ પ્રતિબંધ હોવાની વાત સામે આવી છે. ત્યારે સામાન્ય વ્યક્તિને મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ સાથે પ્રવેશ કેવી રીતે મળ્યો અને વીડિયો બનાવવાની પરવાનગી કોણે આપી તે સૌથી મોટો સવાલ છે.
ADVERTISEMENT
જગત મંદિર દ્વારકાધીશના પરિસરનો વીડિયો વાયરલ થતા મંદિરની સુરક્ષા સામે સવાલ#Dwarka #Okha #Dwarkadhish #JagatMandir #VTVDigital pic.twitter.com/Ca2SqMWapm
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 6, 2026
ADVERTISEMENT
આ ઘટનાથી માત્ર વીડિયો બનાવનાર વ્યક્તિ સામે જ નહીં, પરંતુ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. જો મંદિરની અંદર મોબાઈલ લઈ જવા પર કડક પ્રતિબંધ છે તો મોબાઈલ ફોન અંદર પહોંચ્યો કેવી રીતે? જો કોઈ વ્યક્તિએ નિયમોનું ઉલ્લંઘન કરીને વીડિયો બનાવ્યો હોય તો સુરક્ષા કર્મચારીઓની નજર તેના પર કેમ ન પડી? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે. પ્રતિબંધિત વિસ્તારમાંથી વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવો મંદિરના સુરક્ષા નિયમોને પડકારતી ગંભીર ઘટના તરીકે જોવામાં આવી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ હવે મંદિર પ્રશાસન દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો : સુમુલ ડેરીએ વધાર્યા દૂધના ભાવ, પશુદાણમાં પણ મોંઘું થયું, જાણો કિલો ફેટ દીઠે રકમ
ADVERTISEMENT
જગત મંદિરની સુરક્ષા સાથે જોડાયેલા નિયમોનું પાલન કરાવવાની જવાબદારી મહત્વની છે. આવી ઘટના ફરી ન બને અને મંદિરની અંદરની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો