ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુમુલ ડેરીએ વધાર્યા દૂધના ભાવ, પશુદાણમાં પણ મોંઘું થયું, જાણો કિલો ફેટ દીઠે રકમ
Last Updated: 10:56 AM, 6 September 2026
ADVERTISEMENT
સુરતમાં સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે દૂધના ભાવમાં થયેલો વધારો રાહત લઈને આવ્યો છે, પરંતુ સાથે જ પશુદાણના ભાવમાં વધારો થતાં તેમની મુશ્કેલી પણ વધી છે. સુમુલ ડેરી દ્વારા કિલો ફેટ દીઠ દૂધના ભાવમાં ₹50નો વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી પશુપાલકો દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. વારંવારની રજૂઆતો બાદ હવે સુમુલ ડેરી દ્વારા આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

જોકે, એક તરફ દૂધના ભાવમાં ₹50નો વધારો થયો છે તો બીજી તરફ પશુદાણના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પશુદાણમાં પ્રતિ બેગ આશરે ₹100નો વધારો થતાં પશુપાલકો માટે ઉત્પાદન ખર્ચ ફરી વધી ગયો છે. જેના કારણે દૂધના ભાવમાં વધારો મળ્યા બાદ પણ પશુપાલકોને જેટલી રાહતની આશા હતી તેટલી રાહત નહીં મળતી હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સુમુલના પૂર્વ ડિરેક્ટર અને સુરતના જયેશભાઈ દેલાડે આ અંગે પશુપાલકોની સ્થિતિ વિશે વાત કરી છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાની વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી. આશરે ચાર મહિના અગાઉ બજારમાં દૂધના ભાવમાં ₹2 પ્રતિ લિટરનો વધારો થયો હતો. ત્યારબાદ પણ પશુપાલકો તરફથી દૂધના ભાવમાં વધુ વધારો કરવાની માંગ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
જયેશભાઈ દેલાડના જણાવ્યા મુજબ, વારંવારની રજૂઆતો બાદ હવે સુમુલ ડેરી દ્વારા કિલો ફેટ દીઠ ₹50નો સારો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાથી એક તરફ પશુપાલકોમાં ખુશી છે. કારણ કે દૂધ વેચાણથી મળતી આવકમાં વધારો થશે. પરંતુ બીજી તરફ પશુદાણના ભાવમાં પ્રતિ બેગ ₹100નો વધારો થતાં પશુપાલકોનો ખર્ચ પણ વધી ગયો છે. પશુપાલકોનું કહેવું છે કે દૂધ ઉત્પાદન માટે પશુઓને આપવામાં આવતા આહાર અને ઘાસચારાનો ખર્ચ સતત વધી રહ્યો છે. એક તરફ દૂધના ભાવમાં વધારો થાય છે, પરંતુ બીજી તરફ પશુ આહાર મોંઘો થતાં મળેલા વધારાનો મોટો હિસ્સો વધેલા ખર્ચમાં જતો રહે છે. આથી દૂધના ભાવમાં થયેલો વધારો પૂરતો નથી તેવી લાગણી પશુપાલકોમાં જોવા મળી રહી છે.
ADVERTISEMENT
જયેશભાઈ દેલાડે જણાવ્યું કે આ વર્ષે એલ નીનોના કારણે ઘાસચારાની અછત અને મોંઘવારી જોવા મળી રહી છે. તેની સીધી અસર પશુપાલકોના ઉત્પાદન ખર્ચ પર પડી રહી છે. ઘાસચારો મોંઘો થયો છે અને તેની સાથે પશુ આહારના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે એક પશુ પાછળ થતો ખર્ચ અગાઉની સરખામણીએ ઘણો વધી ગયો છે. આવી સ્થિતિમાં પશુપાલકો માટે દૂધના ભાવમાં વધુ વધારો જરૂરી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો હોય તો પશુપાલકોને ટકી રહેવા માટે દૂધના ભાવમાં પણ યોગ્ય વધારો મળવો જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
પશુપાલકોની માંગ છે કે બજારમાં દૂધના ભાવમાં હજુ વધુ વધારો કરવામાં આવે અને કિલો ફેટ દીઠ તેમને વધુ ભાવ આપવામાં આવે. પશુ આહાર, ઘાસચારો અને અન્ય ખર્ચમાં વધારો થયો હોવાથી હાલના ભાવ વધારાથી સંપૂર્ણ રાહત મળતી નથી તેવી રજૂઆત કરવામાં આવી રહી છે. સુમુલ ડેરી દ્વારા કિલો ફેટ દીઠ ₹50નો વધારો કરાતા પશુપાલકોમાં એક તરફ ખુશી છે, પરંતુ પશુદાણમાં પણ પ્રતિ બેગ ₹100નો વધારો થતાં બીજી તરફ ખર્ચ વધ્યો છે. તેથી હાલ પશુપાલકો માટે કહી ખુશી અને કહી ગમ જેવી સ્થિતિ બની છે. હવે પશુપાલકોની માંગ છે કે વધતા ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ હજુ વધુ વધારો કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ