ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / કર્મચારીઓ માટે આવી ખુશખબરી, 8મું પગારપંચ લાગુ થતા જ થશે આ ફાયદો!
Last Updated: 11:20 AM, 6 September 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે. જેમ જેમ નવી ભલામણોનો અમલ નજીક આવી રહ્યો છે, કર્મચારીઓ તેમના મૂળ પગાર અને ભથ્થામાં સંભવિત વધારા પર નજર જઇ રહી છે. ખાસ કરીને હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં ફેરફાર ઘણા કર્મચારીઓના પગારને એક નવા સ્તરે લઈ જશે. લેવલ 7 ના કર્મચારીઓને સૌથી વધુ ફાયદો થશે.
ADVERTISEMENT
ભથ્થા વધારાનું નવું ગણિત
નિયમો અનુસાર એચઆરએ હંમેશા મૂળ પગાર પર આધાર રાખે છે. 2017 માં 7મા પગાર પંચની ભલામણોને અનુસરીને ખર્ચ વિભાગે શહેરોને એક્સ, વાય અને ઝેડ શ્રેણીઓમાં વિભાજિત કર્યા. આજે મોંઘવારી ભથ્થું (DA) 50% ના આંકને પાર કરી ગયું હોવાથી આ શહેરોમાં એચઆરએ દર અનુક્રમે 30%, 20% અને 10% સુધી વધી ગયા છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મેટ્રો શહેરો એક્સ કેટેગરીમાં આવે છે. 5 લાખથી 50 લાખની વસ્તીવાળા શહેરો વાય કેટેગરીમાં આવે છે. બાકીના બધા નાના શહેરો ઝેડ કેટેગરીમાં આવે છે.
ADVERTISEMENT
લેવલ 7 ના કર્મચારીઓ માટે બમ્પર લાભો
હવે ચાલો આઠમા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા કરીએ. જો ફિટમેન્ટ ફેક્ટર 3 ગણો માનવામાં આવે તો લેવલ 7 ના કર્મચારીનો મૂળ પગાર ₹1,34,700 થઈ જશે. આ આંકડાના આધારે એક્સ શહેરોમાં એચઆરએ ₹40,410 સુધી પહોંચશે. તેવી જ રીતે વાય શહેરોમાં આ ભથ્થું ₹26,940, જ્યારે ઝેડ શહેરોમાં તે ₹13,470 થઇ જશે. આ વધારો મોટા શહેરોમાં રહેતા કર્મચારીઓને મોંઘવારીમાં નોંધપાત્ર રાહત આપશે.
ADVERTISEMENT
અન્ય ફિટમેન્ટ ફેક્ટર વિકલ્પો
જો સરકાર 2.5 ગણું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે છે, તો કર્મચારીઓનો મૂળ પગાર ₹140,250 થશે. આ સ્થિતિમાં એક્સ શહેરો માટે એચઆરએ ₹33,675 થશે. વાય શહેરો માટે તે ₹22,450 થશે, અને ઝેડ શહેરો માટે તે ₹11,225 થશે. તેવી જ રીતે જો ફેક્ટર 2 ગણુ રહેશે તો મૂળ પગાર ₹89,800 થશે. ગણતરી મુજબ આ મૂળ પગારના આધારે એક્સ શહેરો માટે એચઆરએ ₹40,410, વાય શહેરો માટે ₹26,940 અને ઝેડ શહેરો માટે ભથ્થું ₹13,470 થશે. અલગ અલગ ફેક્ટરથી કર્મચારીઓના ખાતામાં જમા થતી રકમમાં ફેરફાર થશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાત / સુમુલ ડેરીએ વધાર્યા દૂધના ભાવ, પશુદાણમાં પણ મોંઘું થયું, જાણો કિલો ફેટ દીઠે રકમ
ADVERTISEMENT
બાકી રકમ ક્યારે મળશે?
આઠમું પગાર પંચ સમિતિ આવતા વર્ષે મે-જૂન સુધીમાં સરકારને તેની ભલામણો સુપરત કરે તેવી અપેક્ષા છે. ત્યારબાદ સરકાર તેમના પર સંપૂર્ણ વિચાર કરશે. કેબિનેટ દ્વારા મંજૂરી મળ્યા પછી આ ભલામણો સત્તાવાર રીતે અમલમાં આવશે. એવો અંદાજ છે કે કર્મચારીઓને આવતા વર્ષના અંત સુધીમાં તેમના સંપૂર્ણ લાભો મળવાનું શરૂ થઈ જશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ