ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:11 AM, 6 September 2026
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવ્યા બાદ શનિવારે દેશભરની આઠ હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી. આ નિમણૂકોમાં અલગ-અલગ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશોને અન્ય હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT

દિલ્હી હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ જસ્ટિસ વલ્લુરી કામેશ્વર રાવને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ રવિન્દ્ર વી. ઘુગેને કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. આ સિવાય છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર અગ્રવાલને રાજસ્થાન હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠીને બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
In exercise of the power conferred by the Constitution of India, in consultation with the Chief Justice of India, the President is pleased to appoint the following High Court Judges as Chief Justices of the High Courts: pic.twitter.com/yggIOo1B7Q
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) September 5, 2026
ADVERTISEMENT
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રાને તે જ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે તેઓ હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું નેતૃત્વ કરશે. ઓડિશા હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ રામ મહાપાત્રાને છત્તીસગઢ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ માટે પણ આ નિમણૂક મહત્વની છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ યશવંત કોગજેને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ફ્રી 3 ગેસ સિલિન્ડર, મળશે રૂપિયા 3000, આ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
ADVERTISEMENT
આ નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે રાજસ્થાન હાઈકોર્ટમાં તાજેતરમાં વિવાદ સામે આવ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માને લઈને વિવાદ થયો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ મહેતાએ તેમના પર ગંભીર અને અભૂતપૂર્વ આરોપો લગાવ્યા હતા. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર અગ્રવાલને રાજસ્થાન હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કારણે રાજસ્થાન હાઈકોર્ટની નવી નિમણૂક ખાસ ચર્ચામાં આવી છે. આઠ હાઈકોર્ટમાં થયેલી આ નિમણૂક બાદ હવે સંબંધિત હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશો પોતાની જવાબદારી સંભાળશે. કોલેજિયમની ભલામણ બાદ કેન્દ્ર સરકાર તરફથી આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો