ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠામાં 4.50 લાખની લોન ન ભરવી પડે એટલે પ્રેમી-પંખીડાએ બેન્ક મેનેજરની હત્યા કરી, યુવતીની ધરપકડ

ક્રાઈમ / સાબરકાંઠામાં 4.50 લાખની લોન ન ભરવી પડે એટલે પ્રેમી-પંખીડાએ બેન્ક મેનેજરની હત્યા કરી, યુવતીની ધરપકડ

Published By: Hiralal Parmar
Reported By: Sandip Patel

Last Updated: 09:37 AM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના પ્રાંતિજમાં પ્રેમી યુગલે બેન્ક મેનેજરની હત્યા કરી નાખી હતી. હત્યા પાછળના કારણનો ખુલાસો થયો છે.

ADVERTISEMENT

પ્રાંતિજના વડવાસા નજીક બનેલી સસપેન્સ હત્યાની ઘટના પરથી પોલીસે પરદો ઊંચક્યો છે. IIFL બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરીની હત્યા કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે 4 લાખ 50 હજારની લોન ન ભરવી પડે તે માટે કાવતરું રચીને તેમની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આરોપી પુરુષ અને મહિલા બંને પ્રેમી હોવાનું તપાસમાં સામે આવ્યું છે, ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરીને એક મહિલા આરોપીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય આરોપીની શોધખોળ હાથધરી છે.

ગાડીમાં જ કરી નાખી હત્યા

ગત 2 સપ્ટેમ્બરના રોજ માણસાથી IIFL બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરી પોતાની સફેદ વર્ના ગાડી લઈને નીકળ્યા હતા. જ્યાંથી તેઓ પ્રાંતિજ પહોંચ્યા હતા અને ત્યાંથી એક મહિલા સહ-આરોપીને ગાડીમાં સાથે લીધી હતી. ત્યારબાદ તેઓ વડવાસા પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા હતા, જ્યાં તકનો લાભ ઉઠાવીને ગાડીમાં બેસેલી મહિલા સહિત તેના પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ભરતભાઈ ચૌધરીની નિર્મમ હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.

લાશનો નિકાલ કરવા જતાં ગાડી ફસાતા ફરાર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા કર્યા બાદ આરોપીઓ મેનેજરના મૃતદેહને વર્ના ગાડીમાં મૂકીને નિકાલ કરવા જઈ રહ્યા હતા. જોકે, રસ્તામાં ગાડી રિવર્સ લેતા સમયે ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે આરોપીઓ ગાડી અને મૃતદેહને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી મહિલાના પ્રેમીની શોધખોળ હાથધરી છે.

આ પણ વાંચો : રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી, રાજકુમાર બેનીવાલ બન્યા સુરત મ્યુનિસિપલ કમિશ્નર

મુખ્ય આરોપી ફરાર

લોનની રકમ ચુકવવામાંથી બચવા માટે રચાયેલા આ ખૂની ખેલનો પોલીસે આખરે પર્દાફાશ કરી દીધો છે, ત્યારે ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. લોન લઈને ઝડપાઈ ન કરવા પાછળ વાનગી બેંકના મેનેજર ને મોતને ઘાટ ઉતારનાર પુરુષ અને મહિલા સામે હત્યાનો ગુનો નોંધાયો છે, ત્યારે જોવાનું એ રહેશે કે પ્રેમી અને પ્રેમિકાએ સાથે મળી મેનેજરની હત્યા કરી છે તે પાછળનું ચોક્કસ કારણ સાથેજ તપાસમાં કેવા અને કયા પ્રકારેના ખુલાસાઓ થાય છે તે મહત્વનું બની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sabarkantha c Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ