ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સગીરા સાથે ઈચ્છા વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધીને ફોટા પાડ્યાં, સુરતમાં રિક્ષા ચાલકની ધરપકડ
Last Updated: 10:01 AM, 6 September 2026
ADVERTISEMENT
સુરતના મોટા વરાછામાં એક રિક્ષા ચાલકે સગીરા સાથે દુષ્ક્રમ આચર્યું હતું. ઉત્રાણ પોલીસે આરોપી ભાવેશ મકવાણાને ઝડપી પાડ્યો છે. 5 મહિના અગાઉ ભારતી નામની મહિલાએ આરોપીની સગીરા સાથે મિત્રતા કરાવી હતી ત્યાર બાદ સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ નશાયુક્ત ચોકલેટ ખવડાવી હતી અને તેની સાથે ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો અને તેના ફોટા પાડ્યા હતા તથા ઉપરાંત ફોટા અન્યોને મોકલીને બદનામ કરવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
સગીર હોવાની જાણ તથા મિત્રતા કેળવી
આરોપીને પીડિતા સગીર વયની હોવાની જાણ હોવા છતાં તેણે તેની સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવીને તેની અસહાયતાનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન આરોપીએ સગીરાના અત્યંત અંગત અને ન્યૂડ ફોટા પણ પાડી લીધા હતા.સગીરાએ આખરે હિંમત દાખવીને સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવી હતી. પરિવારે તાત્કાલિક ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : 'એક રાતનો કેટલો ચાર્જ' મિર્ઝાપુર 1ની એક્ટ્રેસને આવવા લાગ્યાં મેસેજ, ખુદ કર્યો ખુલાસો
અમદાવાદમાં 17 વર્ષીય સગીરા સાથે પિતાનું દુષ્કર્મ
ADVERTISEMENT
અમદાવાદમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવાના આરોપસર સાવકા પિતાની ધરપકડ કરાઈ છે. આરોપી છેલ્લા 2 મહિનાથી સગીર પુત્રીની છેડતી કરતો હતો.માતા અને ભાઈની ગેરહાજરીનો લાભ લઈ સાવકો પિતા ગંદા ચેનચાળા કરતો હતો. આ વાતથી ત્રાસીને સગીરાએ માસીને જાણ કરતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે આરોપી સાવકા પિતા વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગંભીર ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો