ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તહેવારો વચ્ચે મોટા સમાચાર, અમદાવાદમાં 4 દિવસ રિક્ષા-ટેક્સીની હડતાળ, Ola-Uber સહિતની સેવાઓ સામે ડ્રાઈવરોનો નિર્ણય!

અમદાવાદ / તહેવારો વચ્ચે મોટા સમાચાર, અમદાવાદમાં 4 દિવસ રિક્ષા-ટેક્સીની હડતાળ, Ola-Uber સહિતની સેવાઓ સામે ડ્રાઈવરોનો નિર્ણય!

Published By: Vishal Khamar
Reported By: Shubham Bhatt

Last Updated: 12:40 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ટેક્સી-રિક્ષા ડ્રાઈવરોની 4 દિવસની હડતાળને લઈ પરિવહન સેવા પર વ્યાપક અસરની શક્યતા છે.

ADVERTISEMENT

અમદાવાદમાં ટેક્સી અને રિક્ષા ચાલકો દ્વારા ચાર દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મળેલી મહત્વની બેઠક બાદ ટેક્સી-રિક્ષા યુનિયનો દ્વારા 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિયનોના જણાવ્યા મુજબ, હડતાળ દરમિયાન અમદાવાદ શહેરમાં ટેક્સી અને રિક્ષાની સેવા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે શહેરના ટેક્સી-રિક્ષાના તમામ યુનિયનો આ હડતાળમાં જોડાશે એવો દાવો કરવામાં આવ્યો છે.

એપ આધારિત કંપનીઓ સામે રોષ

ટેક્સી-રિક્ષા ચાલકોનો મુખ્ય આક્ષેપ ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ આધારિત પરિવહન કંપનીઓની કામગીરી સામે છે. યુનિયનોનું કહેવું છે કે આ કંપનીઓની નીતિઓને કારણે ડ્રાઈવરોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમના પર આર્થિક શોષણ થઈ રહ્યું છે.

આ ઉપરાંત, ગેરકાયદે રીતે ચાલી રહેલી ટુ-વ્હીલર ટેક્સી સેવાઓને બંધ કરાવવાની પણ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. યુનિયનોના જણાવ્યા પ્રમાણે આ મુદ્દે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી.

સરકાર સમક્ષ માંગણીઓનો ઉકેલ ન આવતા હડતાળ

ટેક્સી અને રિક્ષા યુનિયનોનું કહેવું છે કે ડ્રાઈવરોના પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી ન થતાં હવે હડતાળનું પગલું ભરવાની ફરજ પડી છે.

ચાર દિવસ સુધી ટેક્સી અને રિક્ષા સેવા બંધ

7થી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસ સુધી ટેક્સી અને રિક્ષા સેવા બંધ રહેવાની સ્થિતિમાં અમદાવાદની દૈનિક પરિવહન વ્યવસ્થા પર તેની વ્યાપક અસર થવાની શક્યતા છે. ખાસ કરીને ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મુસાફરો તેમજ રેલવે સ્ટેશન અને એરપોર્ટ તરફ જતા લોકો માટે વૈકલ્પિક પરિવહન વ્યવસ્થાનો સહારો લેવો પડી શકે છે.

આ પણ વાંચોઃ તમામ હેલીપૅડ ‘ઓપરેશનલ’ રાખવા સરકારના કડક આદેશ, દર 3 મહિને ફરજિયાત સ્થળ નિરીક્ષણ!

હડતાળને કારણે શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થા પર વધારાનું દબાણ ઊભું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા યુનિયનો સાથે ચર્ચા કરીને હડતાળ ટાળવા માટે કોઈ ઉકેલ લાવવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad auto rickshaw strike Ahmedabad taxi rickshaw strike taxi strike Ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ