ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં કોંગ્રેસમાં મોટા ઉલટફેર, જાણો રાજ્યની કમાન જેમના હાથમાં સોંપી તે રણદીપ સુરજેવાલા કોણ છે?
Last Updated: 11:17 PM, 5 September 2026
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોટો ફેરફાર કર્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના પાર્ટી પ્રભારી તરીકે રાજ્યસભા સાંસદ રણદીપસિંહ સુરજેવાલાની નિમણૂક કરી છે. અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા મુકુલ વાસનિકને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રણદીપ સુરજેવાલાને ગુજરાતની સાથે કર્ણાટકના મહાસચિવ પ્રભારી તરીકેની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. પાર્ટીના સંગઠનાત્મક ફેરફારોની યાદી કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી બાદ તાત્કાલિક અમલમાં આવી છે.
મુકુલ વાસનિકની જગ્યાએ સુરજેવાલાની એન્ટ્રી
ADVERTISEMENT
મુકુલ વાસનિકે ગુજરાતની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને કોંગ્રેસે હવે ગુજરાતનો હવાલો રણદીપસિંહ સુરજેવાલાને સોંપ્યો છે. જોકે, મુકુલ વાસનિક કોંગ્રેસના AICC મહાસચિવ તરીકે યથાવત રહેશે અને પાર્ટીમાં તેમની અન્ય જવાબદારીઓ અગાઉની જેમ ચાલુ રહેશે.
ADVERTISEMENT
ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં નવી કમાન
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરજેવાલાની નિમણૂકને મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે. નવી જવાબદારી સાથે સુરજેવાલા સામે ગુજરાતમાં સંગઠનને વધુ સક્રિય કરવાનું, પાર્ટીના વિવિધ સ્તરના નેતાઓ વચ્ચે સંકલન વધારવાનું અને ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓને ગતિ આપવાનું પડકાર રહેશે.
ADVERTISEMENT
ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ફેરફાર
કોંગ્રેસે માત્ર ગુજરાત પૂરતું જ સંગઠનાત્મક પુનર્ગઠન કર્યું નથી. પાર્ટીએ અન્ય રાજ્યોના પ્રભારીઓમાં પણ મોટા ફેરફારો કર્યા છે.
ADVERTISEMENT
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પંજાબના પ્રભારી પદેથી હટાવીને આસામની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સચિન પાયલોટને પંજાબના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે.
પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક મતભેદો અને જૂથવાદ વચ્ચે પાયલોટની નિમણૂકને સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અન્ય રાજ્યોમાં પણ નવી નિમણૂકો
કોંગ્રેસના સંગઠનાત્મક ફેરફારો હેઠળ:
સુખદેવ ભગતને છત્તીસગઢના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ડૉ. સિરિવેલ્લા પ્રસાદને મહારાષ્ટ્રના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે.
પી.વી. મોહનને આંધ્રપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
સચિન પાયલોટ હવે પંજાબ કોંગ્રેસના પ્રભારી રહેશે.
ભૂપેશ બઘેલને પંજાબમાંથી હટાવી આસામની જવાબદારી આપવામાં આવી છે.
રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાતની સાથે કર્ણાટકના મહાસચિવ પ્રભારીની વધારાની જવાબદારી સોંપાઈ છે.
ગુજરાતમાં કોંગ્રેસ માટે હવે મોટો પડકાર
ગુજરાતમાં ચૂંટણી પૂર્વે થયેલા આ ફેરફારથી કોંગ્રેસે સંગઠનને નવી દિશા આપવાનો સંકેત આપ્યો છે. હવે સુરજેવાલાની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસ કઈ રીતે સંગઠનાત્મક ગતિ વધારે છે અને ચૂંટણીની રણનીતિને કેવી રીતે આગળ ધપાવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચોઃ રાખડી બંધાવવા બેંગ્લોરથી આવ્યો હતો ભાઈ, બની એવી કરુણ ઘટના કે પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
રણદીપ સુરજેવાલા માટે ગુજરાતની નવી જવાબદારી માત્ર સંગઠનાત્મક નિમણૂક નહીં પરંતુ ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ રાજકીય પરીક્ષા પણ બની શકે છે
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.