ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી, રાજકુમાર બેનીવાલ બન્યા સુરત મ્યુનિસિપલ કમિશ્નર

ગાંધીનગર / રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી, રાજકુમાર બેનીવાલ બન્યા સુરત મ્યુનિસિપલ કમિશ્નર

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 11:28 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે 7 IAS અધિકારીઓની બદલી કરી. રાજકુમાર બેનીવાલ સુરત મ્યુનિસિપલ કમિશનર બન્યા, જ્યારે સંજીવ કુમારને GNFCના MD બનાવાયા.

ADVERTISEMENT

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી તેમજ કેટલાક અધિકારીઓને વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે. આ ફેરફારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકુમાર બેનીવાલની નિમણૂક કરવામાં આવી છે.

સંજીવ કુમારની બદલી

મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી રહેલા સંજીવ કુમારની પણ બદલી કરવામાં આવી છે. તેમને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

રાજેશ માંજૂને નવી જવાબદારી

રાજેશ માંજૂની બદલી કરીને તેમને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ તથા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ વિભાગને લગતી મહત્વની જવાબદારી હવે તેમના હવાલે રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં કોંગ્રેસમાં મોટા ઉલટફેર, જાણો રાજ્યની કમાન જેમના હાથમાં સોંપી તે રણદીપ સુરજેવાલા કોણ છે?

અન્ય અધિકારીઓને વધારાનો ચાર્જ

જેનુ દેવનને રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે રમ્યા મોહનને અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના સચિવનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. સરકારના આ વહીવટી ફેરફારથી રાજ્યના શહેરી વિકાસ, મહેસૂલ અને અન્ય મહત્વના વિભાગોમાં અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat IAS Transfers Rajkumar Beniwal IAS Officers Transfer Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ