ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:56 PM, 6 September 2026
ADVERTISEMENT
આજે, 6 સપ્ટેમ્બર 2026 ના રોજ, સૌથી મોટી અને સૌથી વધુ ચર્ચિત રિયાલિટી શો ‘બિગ બોસ 20’ એક ગ્રાન્ડ પ્રીમિયર સાથે શરૂ થવા જઈ રહ્યો છે. ટેલિવિઝન પ્રેમીઓ અને ‘ભાઈજાન’ના ચાહકોમાં આ 20મી સીઝનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સલમાન ખાન ફરી એકવાર પોતાની આગવી ‘દબંગ’ સ્ટાઈલની એન્ટ્રી અને નિખાલસ અંદાજ સાથે મંચ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.
ADVERTISEMENT
'બિગ બોસ 20'ના નિર્માતાઓએ 'તથાસ્તુ' નામનો નવો કન્સેપ્ટ રજૂ કરીને આખી રમતનું પાસું જ બદલી નાખ્યું છે, જેની વિગતો અગાઉ જ સામે આવી ચૂકી હતી. 'બિગ બોસ 20'નો ગ્રાન્ડ પ્રીમિયર રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે અને તેને કલર્સ ટીવી ચેનલ પર જોઈ શકાશે. જોકે, પ્રીમિયર પહેલાં જ સલમાન ખાનના પર્ફોર્મન્સનો એક વીડિયો ભારે ચર્ચા જગાવી રહ્યો છે. આ વીડિયો કલર્સના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ પર સલમાન ખાનના ડાન્સનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, "શું તમે સલમાન ખાનનું સ્વાગત નહીં કરો?" તમે 'બિગ બોસ 20'નો પ્રીમિયર એપિસોડ રાત્રે 9 વાગ્યે Jio Hotstar પર અને રાત્રે 10:30 વાગ્યે Colors TV પર જોઈ શકો છો. સલમાન ખાન બિગ બોસના 20 વર્ષની ઉજવણી કરતા જોવા મળશે. અભિનેતાએ "હેલો બ્રધર" ગીત પર ડાન્સ કરીને તેમના પર્ફોર્મન્સની શરૂઆત કરી હતી, જેનાથી ચાહકો ખૂબ ખુશ થયા છે.
ADVERTISEMENT
ગ્રેન્ડ પ્રીમિયરમાં થશે સલમાનનો ધમાકો
સલમાન ખાને તેના હિટ ગીતો પર શાનદાર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું છે. તાજેતરમાં જ 'બિગ બોસ'ના સેટ પર શૂટિંગ માટે પહોંચેલા અભિનેતાના વીડિયો સામે આવ્યા હતા. તે સમયે તેઓ કોઈક પર ગુસ્સે પણ થયા હતા. જોકે, આ પર્ફોર્મન્સ અને વીડિયો જોઈને ચાહકો અત્યંત ખુશ છે. એક યુઝરે લખ્યું, "આ ઉંમરે આવું પરફોર્મસ, આપણા સુપરસ્ટારને વૃદ્ધ થતા જોઈને દુઃખ થાય છે." અન્ય એક વ્યક્તિએ કમેન્ટ કરી, "આજે પણ આવું ડાન્સ અને આવા એક્સપ્રેશન્સનું શું કહેવુ યાર!" લોકો આ વીડિયો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. અમાલ મલિકે પણ તેના પર કમેન્ટ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'એક રાતનો કેટલો ચાર્જ' મિર્ઝાપુર 1ની એક્ટ્રેસને આવવા લાગ્યાં મેસેજ, ખુદ કર્યો ખુલાસો
બીજી તરફ, આ વખતે ટ્રોફી જીતવા માટે શોમાં ઘણા જાણીતા ચહેરાઓ જોવા મળશે, જેમાં કનિકા માન, માહી વિજ, આસિફ ખાન, આમ્રપાલી દુબે, મેરી કોમ, અરીશફા ખાન, ફૈઝલ ખાન અને કાઝી તૌકીર જેવા સંભવિત સ્ટાર્સ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરતા જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ