ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના વેપારી સાથે 1.46 કરોડની ઠગાઈ, રૂપિયા ખાતામાં આવતાં જ ઠગ અદ્રશ્ય થઇ ગયો ઠગ
Last Updated: 04:03 PM, 6 September 2026
ADVERTISEMENT
અમદાવાદના બાપુનગરમાં સસ્તામાં પ્રોડક્ટ આપવાની લાલચ આપી છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો. સોલાર પ્લાન્ટના રો-મટીરિયલના નામે એક વેપારી સાથે ₹1.46 કરોડની છેતરપિંડી થઈ. આ મામલે બાપુનગર પોલીસે છેતરપીંડી આચરનાર ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT

ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો
ADVERTISEMENT
બાપુનગરમાં રહેતા ફરિયાદી પાર્થ રંગોળીયાની સોલાર પેનલ અને પ્લાન્ટ પ્રોડક્શનની કંપની છે. તેમને સોલાર પ્લાન્ટ માટે રો-મટીરિયલની જરૂર હતી, ત્યારે આરોપી હિતેશ ભુવા સાથે ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો અને આરોપીએ સસ્તા ભાવે માલ મોકલવાનો વાયદો કરી વિશ્વાસ જીતી લીધો.

ADVERTISEMENT
ભોગ બનનાર વેપારીએ બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી
વિશ્વાસ કેળવવા માટે તેણે પાકુ બિલ, ઈ-વે બિલ અને ઈન્વોઈસ પણ વોટ્સએપ પર મોકલ્યા હતા બાદમાં બિલ જોઈને ફરિયાદીને વિશ્વાસ આવી ગયો અને તેણે RTGS દ્વારા ₹1.46 કરોડ આરોપીના ખાતામાં મોકલી આપ્યા. પૈસા મળ્યા બાદ આરોપીએ કોઈ માલ મોકલ્યો નહિ અને તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો. જે બાદ ભોગ બનનાર વેપારીએ બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી પાર્થ રંગોળીયાએ સોલાર પ્લાન્ટના રો-મટીરિયલ માટે આરોપી હિતેશ ભુવા સાથે ઓનલાઈન વાત કરી હતી. પૈસા મેળવ્યા હોવા છતાં આરોપીએ કોઈ માલ મોકલેલ જ નહીં. પોલીસે ગુનો નોંધી અને આરોપીની રાજકોટથી ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃમાંડવીના રાજડામાં 18 ઊંટના મોત અંગે આવ્યો નવો વળાંક, જાણીને ચોંકી જશો
બાપુનગર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ADVERTISEMENT
બાપુનગર પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી અને આરોપી હિતેશ ભુવાને રાજકોટથી ઝડપી પાડ્યો. હાલ આરોપી પોલીસ રિમાન્ડ પર છે. આરોપી મૂળ ગોંડલનો છે અને હાલ રાજકોટ રહે છે. તપાસમાં ખુલાસો થયો કે આરોપીની આખી મોડસ ઓપરેન્ડી જ છેતરપિંડીની હતી. તે વેપારીઓની વિગત મેળવી તેમને સસ્તા ભાવે માલ આપવાની લાલચ આપતો હતો. દેવું ચૂકવવા માટે તે આવી છેતરપિંડી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. આરોપી વિરુદ્ધ અગાઉ પણ બે ગુનાઓ નોંધાયેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.