ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલનો સપાટો, બે અધિકારીઓને તાત્કાલિક કરી નાખ્યાં સસ્પેન્ડ, કોણ છે બન્ને?

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલનો સપાટો, બે અધિકારીઓને તાત્કાલિક કરી નાખ્યાં સસ્પેન્ડ, કોણ છે બન્ને?

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 02:47 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ ભૂપેન્દ્ર પટેલે એક મોટું એક્શન લેતાં બે અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવાનો આદેશ આપ્યો છે.

ADVERTISEMENT

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ તો મૃદુ ભાષી ગણાય છે પરંતુ જ્યારે કામની વાત ત્યારે તેઓ ખૂબ કડક બની જાય છે અને ભ્રષ્ટાચાર કે ગેરરીતિના કિસ્સામાં તો અધિકારીઓ સામે એક્શન લેતાં જરા પણ અચકાતા નથી.

ગાંધીનગરથી બે અધિકારીઓને બરખાસ્ત કરવાનો આપ્યો ઓર્ડર

ગાંધીનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે બે અધિકારીઓને બરખાસ્ત કરી નાખવાનો આદેશ આપ્યો હતો. સીએમના આદેશ બાદ મહેસાણા સુપરિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ બીકીશા પટેલ અને ભાવનગર જમીન દફતર નિરીક્ષક કે.એ.પંડ્યાને સસ્પેન્ડ કરી દેવાયાં છે.

સીએમે કેમ લીધું એક્શન?

CMને જમીન સર્વે અને જમીન દફ્તર સંદર્ભે ગેરરીતિની ફરિયાદ મળી હતી જે પછી મુખ્યમંત્રીએ બન્ને અધિકારીઓની બરખાસ્તગીનો આદેશ આપ્યો હતો. તપાસમાં બન્ને અધિકારીઓ સામે ગેરરીતિઓ સામે આવતાં જ એક્શન લેવાયું હતું.

વધુ વાંચો : જન્માષ્ટમીની રાતે ખૌફનાક બનાવ, મંદિર ગયેલી સગીરાનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ

રાજકોટના અગ્નિકાંડ બાદ પણ સીએમે લીધું હતું એક્શન

ઉલ્લેખનીય છે કે 2024માં રાજકોટના અગ્નિકાંડ બાદ એકશનમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેટલાક અધિકારીઓને બરખાસ્ત કરી નાખ્યાં હતા. એક જ દિવસમાં GAS કેડરના એક અધિકારી અને જીએસટી વિભાગના બે ડેપ્યુટી કમિશનરને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા છે. અત્યાર સુધી નાના માછલાઓ પર તવાઈ ઊતરતી હતી પરંતુ હવે મોટા મગરમચ્છોને નોકરીમાંથી હાંકી કાઢવાનું શરૂ કરાતા GAS અને IAS-IPS લોબીમાં સન્નાટો છવાઈ ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel CM Bhupendra Patel gandhinagar

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ