ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ? બ્લેક કાર આવી, પતિને કોઈએ પકડ્યો અને પછી...

અમદાવાદ / લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ? બ્લેક કાર આવી, પતિને કોઈએ પકડ્યો અને પછી...

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 06:27 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી લોકરબારી કિંજલ રબારીનું અપહરણ કરી લઈ જતા હોબાળો મચી પામ્યો હતો. 20 દિવસ પહેલા જ રબારી સમાજના યુવાન સાથે કિંજલ રબારીના લગ્ન થયા હતા.

ADVERTISEMENT

ગુજરાતી સિંગર કિંજલ રબારીના અપહરણની જાણ થતાં ચાંદખેડા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કિંજલ રબારીના પતિએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે ચાંદખેડા વિસ્તારમાંથી બે કારમાં આવેલા શખ્સોમાંથી એક કારમાં કિંજલને બેસાડી લઈ જવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.

પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, કિંજલ રબારી તેમના પતિ સાથે ચાંદખેડા સ્થિત CBD મોલમાં મૂવી જોવા ગયા હતા. ફિલ્મ જોયા બાદ તેઓ મોલની બહાર આવ્યા ત્યારે બે કાર ત્યાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ પૈકીની એક ક્રેટા કારમાં કિંજલ રબારીને બેસાડી લઈ જવામાં આવી હોવાનો દાવો તેમના પતિ દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવ્યો છે.

CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી

ઘટનાની જાણ થયા બાદ ચાંદખેડા પોલીસ દ્વારા મોલ તથા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હાલ ઘટનાની હકીકત, કિંજલ રબારી કઈ રીતે અને કોના દ્વારા લઈ જવાઈ તેમજ સમગ્ર ઘટનામાં કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ કરી રહી છે.

અગાઉ પણ પરિવારની મરજી વિરુદ્ધ લગ્નને લઈને થયો હતો વિવાદ

કિંજલ રબારીના અંગત જીવનને લઈને અગાઉ પણ વિવાદ સર્જાયો હતો. તેમણે પરિવારની મરજી વિરુદ્ધ આંજણા ચૌધરી સમાજના અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ પરિવાર અને સમાજમાં મોટો વિવાદ ઊભો થયો હતો. માર્ચ 2026માં આ વિવાદ વધુ વકર્યા બાદ કિંજલ રબારી અને અશોક ચૌધરીના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ પરિવાર તથા સમાજના આગેવાનોની મધ્યસ્થીથી કિંજલ પિતાના ઘરે પરત ફર્યા હતા.

ઓગસ્ટમાં ફરી લગ્ન કર્યા હતા

અગાઉના સંબંધનો અંત આવ્યા બાદ ઓગસ્ટ 2026માં કિંજલ રબારીએ ગોતરકા ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક મુકેશ રબારી (મુકેશ દેસાઈ) સાથે ફરી લગ્ન કર્યા હોવાનું જાણવા મળે છે. સમાજના રીત-રિવાજ મુજબ સાદગીપૂર્વક આ લગ્ન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદના વેપારી સાથે 1.46 કરોડની ઠગાઈ, રૂપિયા ખાતામાં આવતાં જ અદ્રશ્ય થઇ ગયો ઠગ

હાલ કિંજલ રબારીના અપહરણ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. CCTV ફૂટેજ તથા અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે સમગ્ર ઘટનાની કડીઓ જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકત અને તેમાં સંડોવાયેલા લોકો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kinjal Rabari kidnapping Kinjal Rabari Ahmedabad Kinjal Rabari kidnapped

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ