ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / મહુવામાં સગીરા સાથે બળજબરી, વીડિયો ઉતારી વાયરલ કર્યો, 2ની ધરપકડ
Last Updated: 08:12 PM, 6 September 2026
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેનો વીડિયો બનાવી વાયરલ કરવાના મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાને લઈને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, આશરે છ મહિના અગાઉ આરોપી અક્ષય ગોહિલ સગીરાને તેના મિત્રના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો આરોપી તિલક મહીડાએ ઉતાર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ADVERTISEMENT
સગીરાની માતાએ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધી
આ વીડિયો આશરે 10 દિવસ પહેલા વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ સગીરાની માતાએ પોલીસનો સંપર્ક કરી ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
ફરિયાદના આધારે તપાસ હાથ ધરનાર મહુવા ટાઉન પોલીસે અક્ષય ગોહિલ અને તિલક મહીડાની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા હોવાના આક્ષેપ સાથે ત્રીજા આરોપી નિકુંજ જોળીયાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એક પતિને મૂકી બીજા જોડે ભાગી કિંજલ રબારી, કહ્યું- "અપહરણ નથી થયું, હું અશોક ચૌધરીની પત્ની છું"
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
ADVERTISEMENT
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વીડિયો કેવી રીતે વાયરલ થયો અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.