ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રૂપિયા પૂરા આપવા છતાં તમે પણ નકલી ઘી તો નથી ખાતાને? અમદાવાદના આ વિસ્તારમાંથી 1140 કિલો ભેળસેળિયું ઘી પકડાયું
Last Updated: 09:32 PM, 6 September 2026
ADVERTISEMENT
અમદાવાદ માંથી ભેળસેળ વાળું ઘી પકડાયું છે. AMC ફૂડ વિભાગનાની ભેળસેળ વાળા એકમો પર તપાસ કરતા નમૂના લેવાયા હતા જે નમૂના નું પરિણામ આવતા હવે કાર્યવાહી કરવામાં આવી છે. માધુપુરા માંથી 1140 કિલો ભેળસેળ વાળા ઘી નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
માધુપુરા ના મહાવીર ઘી ભંડારનું ઘી ભેળસેળ વાળું હોવાનું સામે આવ્યું છે. તો વટવા માંથી નકલી સોસ બનાવતું કારખાનું પણ પકડાયું છે. એમ એમ ફૂડમાં ભેળસેળ વાળુ સોસ બનાવામાં આવતો હતો.વેજલપુર ના મહેશ્વરી ચવાણામાં કલરનો ઉપયોગ થતો હોવાનો પણ સામે આવ્યું છે. AMC દ્વારા એકમો સીલ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
જો ગ્રાહકો વસ્તુના રૂપિયા પૂરા આપે છતાં પણ તેમના આરોગ્ય સાથે ચેડા શા માટે. નકલી ઘી પનીર અવિરત પકડાઈ રહ્યા છે. નકલી ઘી અને વસ્તુ મામલે નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. નાગરિકો એ જણાવ્યું કે આવા એકમો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જે વસ્તુઓ બજાર માંથી લાવામાં આવે છે તેની એક વાર ખરાઇ કરવી જોઈએ
આ પણ વાંચોઃ એક પતિને મૂકી બીજા જોડે ભાગી કિંજલ રબારી, કહ્યું- "અપહરણ નથી થયું, હું અશોક ચૌધરીની પત્ની છું"
ADVERTISEMENT
ક્યાંક જીવતો નીકળવી તો ક્યાંક નકલી ઘી પકડાય. ફૂડ વિભાગે એકને સીલ તો કરવામાં આવ્યું છે પણ શહેર માં ભેળસેળ કરી ખાદ્યપદાર્થો વેચતા એકમો સામે હવે કાર્યવાહી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો