ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા ઝડપાયા, કોણ છે?
Last Updated: 03:55 PM, 7 September 2026
ADVERTISEMENT
અમદાવાદ સહિત બીજા શહેરોની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારા આખરે ઝડપાયા છે. પોલીસે આરોપીઓને ચેન્નઈમાંથી ઝડપી પાડ્યાં છે. અમદાવાદ લાવી આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાચે આરોપીઓની ધરપકડ કરી
ADVERTISEMENT
મેઈલમાં મળી હતી બોમ્બથી ઉડાવાની ધમકી
5 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. ધમકીભર્યા ઈમેઈલને કારણે બોમ્બ સ્કવૉડ, પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તપાસ હાથ ધરી હતી જોકે કોઈ શંકાસ્પદ ચીજ મળી નહોતી.
ADVERTISEMENT
સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ આવ્યો
અમદાવાદ બાદ સુરતમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોર્ટના ઈમેલ આઈડી પર ધમકી ભર્યો મેલ આવ્યો હતો. ઘટનાને લઇ પોલીસ દોડતી થઇ હતી અને બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડે પહોંચીને તપાસ શરુ કરી હતી.
ADVERTISEMENT
લાલ દરવાજા સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી
ADVERTISEMENT
અમદાવાદમાં ઘીકાંટા મેટ્રો કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી. ઘટનાને પગલે પોલીસ, ફાયર અને બૉમ્બ સ્કોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી. પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.