ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કિંજલ રબારીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો, કરી દીધો મોટો ખુલાસો, જાણો શું લખ્યું?
Last Updated: 05:08 PM, 7 September 2026
ADVERTISEMENT
કિંજલ રબારી શહેર પોલીસ કમિશનર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના PIને એક પત્ર લખ્યો છે જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેનું અપહરણ થયું નથી. પરિવાર લગ્ન સ્વીકારતો ન હોવાથી 10 માર્ચ 2026ના રોજ પિતાનું ઘર છોડી અશોક સાથે રહેવા ગઈ હતી. તેણે પત્રમાં લખ્યું કે પિયર પક્ષના લોકોએ બળજબરીથી તેને ઘરે લઈ જઈ ગોંધી રાખી હતી. મોબાઇલ લઈને ઘરની બહાર જવા દેતા ન હોવાનો કિંજલનો આક્ષેપ છે.
ADVERTISEMENT
મારે અશોક સાથે છૂટાછેડા નહોતા લેવા
પત્રમાં કિંજલે એવું કહ્યું કે મારે ક્યારેય અશોક સાથે છૂટાછેડા લેવા નહોતા અને પિયર પક્ષના લોકોએ બળજબરીથી તેને ઘરે લઈ જઈ ગોંધી રાખી હતી. પરિવારે બળજબરીથી મુકેશ દેસાઈને સોંપી દીધી હોવાનો પણ આરોપ તેણે લગાવ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : એકી સાથે 3 સિસ્ટમ સક્રિય, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાણો ક્યાં ક્યાં?
કિંજલના અપહરણના હતા સમાચાર
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગત રોજ એવા સમાચાર વહેતા થયા હતા કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કિંજલ રબારીનું અપહરણ થયું હતું. 20 દિવસ પહેલા જ રબારી સમાજના યુવાન સાથે કિંજલ રબારીના લગ્ન થયા હતા. કિંજલ રબારી તેમના પતિ સાથે ચાંદખેડા સ્થિત CBD મોલમાં મૂવી જોવા ગયા હતા. ફિલ્મ જોયા બાદ તેઓ મોલની બહાર આવ્યા ત્યારે બે કાર ત્યાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ પૈકીની એક ક્રેટા કારમાં કિંજલ રબારીને બેસાડી લઈ જવામાં આવી હોવાનો દાવો તેમના પતિ દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થયા બાદ ચાંદખેડા પોલીસ દ્વારા મોલ તથા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હાલ ઘટનાની હકીકત, કિંજલ રબારી કઈ રીતે અને કોના દ્વારા લઈ જવાઈ તેમજ સમગ્ર ઘટનામાં કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ કરાઈ હતી જોકે હવે ખુદ કિંજલે સામે આવીને તેનો ખુલાસો કરી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.