ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ચોમાસું રુઠ્યું, કૃષિમંત્રી જીતુ વાઘાણીએ બોલાવી બેઠક, કિસાન સંઘે કરી આ માંગ

ગાંધીનગર / ચોમાસું રુઠ્યું, કૃષિમંત્રી જીતુ વાઘાણીએ બોલાવી બેઠક, કિસાન સંઘે કરી આ માંગ

Published By: Vishal Khamar

Last Updated: 06:29 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદની અછત વચ્ચે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કિસાન સંઘ અને અધિકારીઓ સાથે બેઠક યોજી. કિસાન સંઘે વરસાદ ન પડ્યો હોય તેવા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી.

ADVERTISEMENT

ગાંધીનગર: રાજ્યમાં વરસાદની અનિશ્ચિતતા અને અછત જેવી સ્થિતિને લઈને સરકાર સક્રિય બની છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મહત્વની બેઠક બોલાવી હતી. બેઠકમાં કિસાન સંઘના પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા.

પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી

બેઠકમાં રાજ્યના જે વિસ્તારોમાં પૂરતો વરસાદ થયો નથી ત્યાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ, ખેતી પર પડતી અસર તેમજ પાણી અને સિંચાઈની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં કોણ કોણ હાજર રહ્યા

આ બેઠકમાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, વનમંત્રી અર્જુન મોઢવાડિયા, વન રાજ્યમંત્રી પ્રવીણ માળી અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંબંધિત વિભાગોના અધિકારીઓએ પણ રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે માહિતી રજૂ કરી હતી.

કિસાન સંઘની દુષ્કાળ જાહેર કરવાની માંગ

બેઠક દરમિયાન કિસાન સંઘ દ્વારા રાજ્યના જે વિસ્તારોમાં પૂરતો વરસાદ થયો નથી ત્યાં દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. કિસાન સંઘનું કહેવું છે કે વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં ખેતીને અસર થઈ રહી છે અને ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. ખાસ કરીને જ્યાં વરસાદની અછત છે તેવા વિસ્તારોની સ્થિતિનું તાત્કાલિક મૂલ્યાંકન કરી જરૂરી સરકારી સહાય અને રાહતના પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં માતાની સામે જ માસૂમ બાળક પર ત્રાટક્યો કાળ, હ્રદયદ્રાવક CCTV વીડિયો થયો વાયરલ

સરકાર દ્વારા સ્થિતિની સમીક્ષા

સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ, ખેતીની પરિસ્થિતિ અને સિંચાઈ માટે ઉપલબ્ધ પાણી સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં અછતગ્રસ્ત વિસ્તારો અંગે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર ખેડૂતોની નજર છે. વરસાદની અછત ધરાવતા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવાની કિસાન સંઘની માંગ વચ્ચે સરકારની આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat drought Gujarat drought situation Jitu Vaghani meeting

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ