ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રથમ પતિ સાથે ભાગી જતાં કિંજલ રબારીના ગામ સિનાડમાં ભારે બબાલ, ટોળાએ PSI ચૌધરી પર કર્યો હુમલો

પાટણ / પ્રથમ પતિ સાથે ભાગી જતાં કિંજલ રબારીના ગામ સિનાડમાં ભારે બબાલ, ટોળાએ PSI ચૌધરી પર કર્યો હુમલો

Published By: Hiralal Parmar
Reported By: Bharat Prajapati

Last Updated: 06:57 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકગાયિકા કિંજલ રબારીના ગામ સિનાડમાં મોટી બબાલ થઈ હતી. પરિસ્થિતિ થાળે પાડવા આવેલા રાધનપુરના પીએસઆઈ ચૌધરી પર ટોળાએ હુમલો કર્યો હતો.

ADVERTISEMENT

પાટણના રાધનપુરના સિનાડ ગામે લોકગાયિકા કિંજલ રબારીના મામલે મોટી બબાલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત રોજ કિંજલ રબારી અમદાવાદના ચાંદખેડા તેના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ભાગી ગઈ હતી જેને કારણે તેના ગામમાં બબાલ થઈ હતી. સિનાડ ગામમાં આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે જતા લોકોને પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં સ્થિતિ તંગ બની હતી. આ દરમિયાન પોલીસ અને સ્થાનિક ટોળા વચ્ચે ઝપાઝપી થઈ હતી.

PSI એચ.વી. ચૌધરી પર ટોળાએ હુમલો

ઝપાઝપી દરમિયાન રાધનપુર પોલીસ સ્ટેશનના PSI એચ.વી. ચૌધરી પર ટોળાએ હુમલો કર્યો છે. હુમલામાં પોલીસ અધિકારીના હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. આ ઘટના બાદ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

કિંજલ રબારીએ પોલીસ કમિશરને લખ્યો પત્ર

કિંજલ રબારી શહેર પોલીસ કમિશનર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના PIને એક પત્ર લખ્યો છે જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેનું અપહરણ થયું નથી. પરિવાર લગ્ન સ્વીકારતો ન હોવાથી 10 માર્ચ 2026ના રોજ પિતાનું ઘર છોડી અશોક સાથે રહેવા ગઈ હતી. તેણે પત્રમાં લખ્યું કે પિયર પક્ષના લોકોએ બળજબરીથી તેને ઘરે લઈ જઈ ગોંધી રાખી હતી. મોબાઇલ લઈને ઘરની બહાર જવા દેતા ન હોવાનો કિંજલનો આક્ષેપ છે.

મારે અશોક સાથે છૂટાછેડા નહોતા લેવા

પત્રમાં કિંજલે એવું કહ્યું કે મારે ક્યારેય અશોક સાથે છૂટાછેડા લેવા નહોતા અને પિયર પક્ષના લોકોએ બળજબરીથી તેને ઘરે લઈ જઈ ગોંધી રાખી હતી. પરિવારે બળજબરીથી મુકેશ દેસાઈને સોંપી દીધી હોવાનો પણ આરોપ તેણે લગાવ્યો છે.

વધુ વાંચો : VIDEO : માલિકે નવી નક્કોર સ્કોર્પિયો કારને ક્રેનથી ધાબા પર ચડાવી દીધી, કારણ જાણીને સલામ કરશો

કિંજલના અપહરણના હતા સમાચાર

ઉલ્લેખનીય છે કે ગત રોજ એવા સમાચાર વહેતા થયા હતા કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કિંજલ રબારીનું અપહરણ થયું હતું. 20 દિવસ પહેલા જ રબારી સમાજના યુવાન સાથે કિંજલ રબારીના લગ્ન થયા હતા. કિંજલ રબારી તેમના પતિ સાથે ચાંદખેડા સ્થિત CBD મોલમાં મૂવી જોવા ગયા હતા. ફિલ્મ જોયા બાદ તેઓ મોલની બહાર આવ્યા ત્યારે બે કાર ત્યાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ પૈકીની એક ક્રેટા કારમાં કિંજલ રબારીને બેસાડી લઈ જવામાં આવી હોવાનો દાવો તેમના પતિ દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થયા બાદ ચાંદખેડા પોલીસ દ્વારા મોલ તથા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sinad village kinjal rabari kinjal rabari abduction

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ