ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'આડાસંબંધનો ભાંડો ફૂટી જશે' અંજારમાં પત્નીના પ્રેમીએ પતિની કરી હત્યા, લાશના ટુકડા તળાવમાં ફેંક્યાં
Last Updated: 07:19 PM, 7 September 2026
ADVERTISEMENT
અંજારના વરસામેડીમાં 43 વર્ષીય લખ્ખુ હુંબલની થયેલી ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. હત્યા કરનાર બીજું કોઈ નહીં, પરંતુ મૃતકની પત્નીનો પ્રેમી જ નીકળ્યો. આડા સંબંધોની જાણ લખ્ખુભાઈને થઈ જતા પોતાનો ભાંડો ફૂટી જશે અને પોતાને મારી નાખશે તેવી બીકથી પ્રેમીએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીએ લોખંડના સળિયાથી માથામાં ઘા મારી હત્યા કરી લાશના ટુકડા કરી તળાવમાં ફેકી દીધી હતી.
ADVERTISEMENT
ખેતરમાં રખેવાળી કરવા ગયા ત્યારે ગુમ થયા
43 વર્ષીય લખ્ખુ રૂડાભાઈ હુંબલ 31 ઑગસ્ટની રાત્રિ બાદ અચાનક ગુમ થયા હતા... પરિવારજનો અને પોલીસે શોધખોળ શરૂ કરી હતી...મૃતકના લખ્ખુના પુત્રના જણાવ્યા મુજબ, 31 ઑગસ્ટની રાત્રે લગભગ 10 વાગ્યે તે પોતાના પિતાને વરસામેડી ટોલનાકા પાસે ગણેશ મંદિર પાછળ આવેલા ખેતરમાં રખોપા માટે મૂકી આવ્યો હતો... ત્યારબાદ તે ભેદી રીતે ગુમ થતા શોધખોળ હાથ ધરી હતી.
ADVERTISEMENT
પ્લાસ્ટિકની થેલીમાં લાશના ટુકડા પેક કરીને તળાવમાં ફેંક્યાં
આરોપી દિનેશ ઠાકોરે કામ હોવાનું કહી લખ્ખુને પોતાના ઘરે બોલાવ્યો હતા. વાતચીત દરમિયાન જ દિનેશે અચાનક લોખંડના ભારેખમ સળિયાથી લખ્ખુ ભાઈના માથામાં બે-ત્રણ વખત ઘા ઝીંકી દીધા હતા. સળિયાના ઘાતકી હુમલામાં ગંભીર ઈજાઓ થતાં લખ્ખુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને છુપાવવા માટે દિનેશે લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો... વરસામેડી બસ સ્ટેન્ડ નજીક તળાવમાં લાશ ફેંકી દેવાનું નક્કી કર્યું, પરંતુ એકલા હાથે લાશ લઈ જવી મુશ્કેલ પડતાં આરોપીએ હેક્સો બ્લેડ વડે લાશના બે ટુકડા કર્યા હતા.... પ્લાસ્ટિકની બે થેલીઓમાં લાશના ટુકડા પેક કર્યા બાદ લાશ તળાવમાં ફેંકી દીધી હતી. આટલું જ નહીં, હત્યાના પુરાવાનો નાશ કરવા માટે મૃતકનો મોબાઈલ ફોન પણ નર્મદા પમ્પિંગ સ્ટેશન નજીક ફેંકી દીધો હતો પરંતુ પોલીસની સઘન તપાસ સામે આરોપીની તમામ ચાલ નિષ્ફળ ગઈ અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી દીધો છે આખરે હત્યારો પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.