ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર નકલી દારૂકાંડ : કુલ 40 આરોપીઓની ધરપકડ, મિથેનોલને થિનર તરીકે દર્શાવી ખોટા બિલ બનાવાયા
Last Updated: 07:52 PM, 7 September 2026
ADVERTISEMENT
ભાવનગર નકલી દારૂકાંડની તપાસ કરી રહેલી SMCએ પહેલી સત્તાવાર પ્રેસ નોટ બહાર પાડીને માહિતી આપી હતી. SMCએ કહ્યું તપાસમાં અત્યાર સુધી કુલ 40 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 38 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં, જ્યારે 1 આરોપી પોલીસ રિમાન્ડ પર છે. ઼
ADVERTISEMENT
મનજીતસિંઘ સૈનીની ધરપકડ
દિલ્હીથી મિથેનોલ મંગાવવાના કેસમાં મનજીતસિંઘ સૈનીની ધરપકડ કરવામાં આવી છે. મનજીતસિંઘ સૈનીના 10 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે.
ADVERTISEMENT
મિથેનોલને થિનર તરીકે દર્શાવી ખોટા બિલ બનાવાયા
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મિથેનોલને થિનર તરીકે દર્શાવી ખોટા બિલ બનાવાયા હતા. ઉલ્લેખનીય છે કે 17 દિવસ બાદ SMC દ્વારા પ્રથમ વખત સત્તાવાર પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો
ADVERTISEMENT
ભાવનગર જિલ્લામાં સર્જાયેલા નકલી દારૂકાંડ (લઠ્ઠાકાંડ)માં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો હતો. જાણીતી વિદેશી બ્રાન્ડ (Royal Stag) ના નામે કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂ બનાવીને વેચવાના આ રેકેટમાં મિથેનોલ નામના અત્યંત ઝેરી કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 6૦થી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા અને ઘણા લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.