ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના રખિયાલમાં નકલી ફાયર સેફ્ટી NOCનો પર્દાફાશ, આસિફ ફ્રાય સેન્ટરના સંચાલકો સામે ફરિયાદ

ગુજરાત / અમદાવાદના રખિયાલમાં નકલી ફાયર સેફ્ટી NOCનો પર્દાફાશ, આસિફ ફ્રાય સેન્ટરના સંચાલકો સામે ફરિયાદ

Published By: Nidhi Panchal

Last Updated: 09:58 AM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં નકલી ફાયર સેફ્ટી NOC બનાવી તેનો સાચા સર્ટિફિકેટ તરીકે ઉપયોગ કરવાના મામલાનો પર્દાફાશ થયો છે. અજીત મિલ ચાર રસ્તા પાસે આવેલા આસિફ ફ્રાય સેન્ટરના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે અને ફજલ સહિત બે લોકો સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં નકલી ફાયર સેફ્ટી NOC બનાવવાના મામલાનો પર્દાફાશ થયો છે. અજીત મિલ ચાર રસ્તા પાસે આવેલા આસિફ ફ્રાય સેન્ટરના સંચાલકો સામે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોમતીપુર ફાયર સ્ટેશનમાં દુકાનની ફાયર NOCની ફાઈલ પેન્ડિંગ હતી. આ ફાઈલની તપાસ દરમિયાન નકલી સર્ટિફિકેટનો સમગ્ર મામલો સામે આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે તપાસ આગળ વધારતા હોટલમાં જઈને પણ ચેકિંગ કર્યું હતું, જ્યાં આરોપી દ્વારા બોગસ ફાયર NOCને સાચા સર્ટિફિકેટ તરીકે રજૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

fire-team

મળતી માહિતી મુજબ, આસિફ ફ્રાય સેન્ટરના માલિક દ્વારા અગાઉ અધિકારીઓને ફાયર NOCનું સર્ટિફિકેટ મોકલવામાં આવ્યું હતું. જોકે, આ સર્ટિફિકેટ જોતા ફાયર વિભાગના અધિકારીઓને શંકા ગઈ હતી. સર્ટિફિકેટમાં દર્શાવવામાં આવેલી વિગતોને લઈને શંકા ઊભી થતાં ચીફ ફાયર ઓફિસરે ઓનલાઈન પોર્ટલ પર તેની તપાસ કરી હતી. ઓનલાઈન પોર્ટલ પર તપાસ કરવામાં આવી ત્યારે સર્ટિફિકેટ અંગે જરૂરી અને ચોક્કસ વિગતો મળી નહોતી. જેના કારણે ફાયર વિભાગને આ સર્ટિફિકેટ બોગસ હોવાની શંકા વધુ મજબૂત બની હતી.

ટીમ આસિફ ફ્રાય સેન્ટર ખાતે પહોંચી

આ મામલે વધુ તપાસ કરવા માટે ફાયર વિભાગની ટીમ આસિફ ફ્રાય સેન્ટર ખાતે પહોંચી હતી. હોટલમાં તપાસ દરમિયાન આરોપી તરફથી જે ફાયર NOC રજૂ કરવામાં આવી હતી, તે સાચી હોવાનું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ફાયર વિભાગની તપાસમાં આ સર્ટિફિકેટ અસલી નહીં પરંતુ બોગસ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ નકલી ફાયર NOC ક્યાંથી બનાવવામાં આવી અને તેમાં કોણ-કોણ સામેલ છે, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

ફજલ નામના વ્યક્તિએ બનાવી આપ્યું હોવાનો ખુલાસો થયો

તપાસ દરમિયાન નકલી ફાયર NOC ગોમતીપુરના ફજલ નામના વ્યક્તિએ બનાવી આપ્યું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે અમદાવાદ પૂર્વ ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર અમરસિંહ બારીયાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે અકરમખાન પઠાણ અને ગોમતીપુરના રહેવાસી ફજલ સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : પર્યુષણ પર્વને લઈ રેલવેનો મોટો નિર્ણય, ભાવનગર-બાંદ્રા વચ્ચે વિશેષ સુપરફાસ્ટ ટ્રેન, આજથી રિઝર્વેશન શરૂ!

હાલ ફાયર વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. નકલી NOC બનાવવા પાછળનો હેતુ શું હતો, આ સર્ટિફિકેટ કોની મદદથી તૈયાર કરવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો તે સહિતની બાબતો અંગે તપાસ ચાલી રહી છે. ખાસ કરીને ફાયર NOCની ફાઈલ પેન્ડિંગ હોવા છતાં બોગસ સર્ટિફિકેટ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હોવાના મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ આગળ વધતા વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fake Fire NOC Fire Safety Fry Center

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ