ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2027 પહેલાં KL રાહુલના દિલ્હી છોડવાની અટકળો! રાહુલે કહ્યું- ‘આગામી સીઝનની રાહ નથી જોઈ શકતો’!

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / IPL 2027 પહેલાં KL રાહુલના દિલ્હી છોડવાની અટકળો! રાહુલે કહ્યું- ‘આગામી સીઝનની રાહ નથી જોઈ શકતો’!

Last Updated: 03:29 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IPL 2027 માટે KL રાહુલ દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે તે અંગેની અટકળોનો હવે અંત આવ્યો છે. દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદલે રાહુલને "ક્લચ પ્લેયર" ગણાવ્યા અને અધૂરા કામની વાત કરી.

1/6

photoStories-logo

1. સ્ટાર બેટ્સમેન કે.એલ. રાહુલને લઇ અટકળો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની મિની-ઓક્શન પહેલાં ખેલાડીઓની અદલા-બદલી(ટ્રેડ) અંગેની ચર્ચાઓ તેજ બની છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન કે.એલ. રાહુલના ભવિષ્યને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. જોકે, હવે રાહુલે સ્પષ્ટ જવાબ આપીને આવી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પાર્થ જિંદાલે સોશિયલ મીડિયા કરી પોસ્ટ

રાહુલ સ્પષ્ટપણે સંકેત આપી ચૂક્યો છે કે, તેઓ IPL 2027માં પણ દિલ્હી કેપિટલ્સની જર્સીમાં જોવા મળશે. વાસ્તવમાં, દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કે.એલ. રાહુલના વખાણ કરતી પોસ્ટ કરી હતી. તેમણે રાહુલને ટીમનો 'ક્લચ પ્લેયર' ગણાવ્યા હતા અને તેમની સાથે મળીને 'અધૂરું કામ' પૂરું કરવા વિશે વાત કરી હતી. પાર્થ જિંદાલની પોસ્ટના જવાબમાં કે.એલ. રાહુલે લખ્યું, "થેંક્યૂ, હું આગામી સીઝન માટે ખૂબ જ ઉત્સુક છું." રાહુલનો આ જવાબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે સૂચવે છે કે તેઓ IPL 2027 માટે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા રહેશે અને આગામી સીઝનમાં તે જ ફ્રેન્ચાઇઝી માટે રમતા જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. દિલ્હી માટે સતત બે સીઝન વરસ્યા રાહુલ

IPL 2025 પહેલાં કે.એલ. રાહુલ દિલ્હી કેપિટલ્સમાં જોડાયા. ફ્રેન્ચાઇઝીએ તેમને 14 કરોડ રુપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા. દિલ્હી સાથે તેમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. તેણે IPL 2025માં 539 રન બનાવ્યા હતા. 2026ની સિઝનમાં તો તેમણે વધુ શાનદાર પ્રદર્શન કરતા કુલ 593 રન નોંધાવ્યા. બીજા શબ્દોમાં કહીએ તો, દિલ્હી કેપિટલ્સ માટેની પોતાની પ્રથમ બે સિઝનમાં રાહુલે સતત 500થી વધુ રન બનાવ્યા છે, જે ટીમ માટે તેમનું મહત્વ સ્પષ્ટ દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પંજાબથી શરુ થઇ કેપ્ટનશી, લખનઉની પણ સંભાળી કમાન

દિલ્હી કેપિટલ્સમાં જોડાતા પહેલા કે.એલ. રાહુલ પંજાબ કિંગ્સના કેપ્ટન હતા. ત્યારબાદ, તેમણે સતત ત્રણ સીઝન સુધી લખનઉ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કર્યું. રાહુલના નેતૃત્વમાં લખનઉએ ઘણી મેચોમાં સારું પ્રદર્શન કર્યું, જોકે ટીમ IPLનું ટાઇટલ જીતી શકી નહીં. આ પછી, IPL 2025 પહેલાં રાહુલ દિલ્હી કેપિટલ્સમાં જોડાયા. હવે, પાર્થ જિંદાલની પોસ્ટ અને રાહુલના જવાબથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હી સાથેની તેમની સફર હાલ પૂરતી ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ઋષભ પંત અને કુલદીપ યાદવ થઇ ચુક્યા છે ટ્રેડ

IPL 2027 અગાઉ ખેલાડીઓની અદલાબદલી (ટ્રેડ) અંગેની ચર્ચાઓ તેજ બની છે, કારણ કે કેટલાક મોટા ખેલાડીઓના ટીમ બદલવાની પ્રક્રિયા અંગેની વિગતો સામે આવી છે. રિષભ પંત અને કુલદીપ યાદવ સત્તાવાર રીતે ટ્રેડનો ભાગ બન્યા છે. પંત દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યા છે, જ્યારે કુલદીપ યાદવ લખનઉ સુપર જાયન્ટ્સમાં જોડાયા છે. દરમિયાન, રાહુલને લગતા ટ્રેડ અંગે પણ અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે આ બેટ્સમેનની પોતાની પ્રતિક્રિયાએ તે અફવાઓ પર પૂર્ણવિરામ મૂકેલુ જણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર પણ સસ્પેન્સ

દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લગતા ટ્રેડ વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, અહેવાલો અનુસાર, હાર્દિકના ટ્રેડ અંગે અત્યાર સુધી કોઈ ડીલ ખબર સામે આવી નથી. મુંબઈ ઈન્ડિયન્સને હાર્દિક માટે હજુ સુધી એવો કોઈ ડીલ મળ્યો નથી જેને તેઓ યોગ્ય ગણાવે. પરિણામે, IPL 2027 સુધી તેના મુંબઈ સાથે જ રહેવાની શક્યતા યથાવત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

kl rahul delhi capitals ipl 2027 trade rumours update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ