ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવેથી AMTSના ડ્રાઇવરો ચાલુ બસે ફોનનો ઉપયોગ કરતા કે ઊંઘતા ઝડપાયા તો...!
Last Updated: 05:32 PM, 9 September 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાની કરોડરજ્જુ સમાન એએમટીએસ (AMTS) બસો દ્વારા થતા માર્ગ અકસ્માતો પર બ્રેક લગાવવા માટે તંત્રએ ટેકનોલોજીનો આશરો લીધો છે. મુસાફરો અને રોડ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોની સલામતી વધારવાના ઉદ્દેશ્યથી બસોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડેશ કેમેરા લગાડવાનો એક અનોખો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હાલ પ્રથમ તબક્કા હેઠળ પ્રાયોગિક ધોરણે 3 AMTS બસોમાં આ ડેશ કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. આ કેમેરાનું સીધું મોનિટરિંગ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યું છે. જો બસ ચલાવતી વખતે ડ્રાઇવર મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે, ગફલત કરશે અથવા તો ડ્રાઇવિંગ દરમિયાન તેને ઊંઘનું ઝોકું આવશે, તો AI સિસ્ટમ તેને તુરંત ડિટેક્ટ કરી લેશે. ઘટના બનતાની સાથે જ સેન્ટ્રલ કંટ્રોલ રૂમને તાત્કાલિક વાયરલેસ કે સિસ્ટમ આધારિત એલર્ટ મેસેજ મોકલી દેવાશે.

ADVERTISEMENT
ઘણીવાર સતત ડ્રાઇવિંગને કારણે ડ્રાઇવરો શારીરિક થાક અનુભવતા હોય છે. આ ટેકનોલોજી ડ્રાઇવરના ચહેરાના હાવભાવ અને આંખોની હિલચાલ પરથી તેનો થાક પણ ઓળખી શકશે. જો સિસ્ટમ મોનિટરિંગ દરમિયાન ડ્રાઇવર અસક્ષમ જણાશે, તો કંટ્રોલ રૂમથી તેનો સંપર્ક કરીને તેને તુરંત ડ્યુટીમાંથી આરામ આપવામાં આવશે.
ADVERTISEMENT
AMTS તંત્રના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેક્ટના પરિણામો અને સફળાતાના મૂલ્યાંકન બાદ આગામી દિવસોમાં તબક્કાવાર રીતે તમામ એએમટીએસ બસોમાં આ સ્માર્ટ ડેશ કેમ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ