ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વિધાનસભામાં ચાલુ વંદે માતરમે કોંગ્રેસના MLA ખેડાવાલા બેસી જતા વિવાદ, ઋષિકેશ પટેલે કહ્યું- કોંગ્રેસ વલણ સ્પસ્ટ કરે

ગાંધીનગર / વિધાનસભામાં ચાલુ વંદે માતરમે કોંગ્રેસના MLA ખેડાવાલા બેસી જતા વિવાદ, ઋષિકેશ પટેલે કહ્યું- કોંગ્રેસ વલણ સ્પસ્ટ કરે

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 03:32 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પહેલા જ દિવસે ચાલુ વંદે માતરમે જ કોંગ્રેસના MLA ખેડાવાલા બેસી જતાં વિવાદ થયો હતો.

ADVERTISEMENT

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે જેના પહેલા જ દિવસે વિવાદ ઊભો થયો હતો. હકીકતમાં ગૃહ શરુ થાય ત્યારે વંદે માતરમ ગાવાની પરંપરા છે પરંતુ ગૃહમાં જ્યારે વંદે માતરમ શરુ થયું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આખા ગીત દરમિયાન બેસી રહ્યાં હતા.

અમે અધ્યક્ષને રજૂઆત કરી-ઋષિકેશ પટેલ

વંદે માતરમ્ વિવાદ અંગે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલનું એક નિવેદન સામે આવ્યું હતું. ઋષિકેશ પટેલે કહ્યું કે આ ગીત વખતે કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સમગ્ર ગીત દરમિયાન બેસી રહ્યા હતા. આ રીતે તેમણે ગીતનું અપમાન કર્યું હતું, અમે અધ્યક્ષને આ અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસે નક્કી કરવું પડશે કે વંદે માતરમ્ તેઓ ગાવા નથી માગતા? ગાંધી ની ભૂમિ પર વંદે માતરમનું અપમાન કરાયું છે.

ગુજરાતની જનતાનું અપમાન: મહેશ કસવાલા

ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે વિધાનસભા લોકશાહીમાં આસ્થાનું પ્રતીક છે અને વંદે માતરમનું અપમાન ગુજરાતની જનતાનું અપમાન છે. ભાજપના ધારાસભ્યો અધ્યક્ષને મળી રજૂઆત કરશે અને કોંગ્રેસે આ મામલે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ.

વધુ વાંચો : વહુએ 6 લાખમાં સોપારી આપીને કરોડપતિ સસરાની હત્યા કરાવી, ડુપ્લીકેટ ચાવી બનાવવા નોકરને 1200 આપ્યા

10 સપ્ટેમ્બર સુધી ગૃહ મુલતવી

શોક પ્રસ્તાવ રજૂ થયા બાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહને મોકૂફ રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે પછી અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહ મોકૂફીની જાહેરાત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat assembly gujarat assembly monsoon session

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ