ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / વહુએ 6 લાખમાં સોપારી આપીને કરોડપતિ સસરાની હત્યા કરાવી, ડુપ્લીકેટ ચાવી બનાવવા નોકરને 1200 આપ્યા
Last Updated: 03:47 PM, 8 September 2026
ADVERTISEMENT
યુપીના કાનપુરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં વહુએ 6 લાખમાં સોપારી આપીને તેના સગા સસરાની હત્યા કરાવી નાખી હતી. હકીકતમાં સસરા ઘરમાં સીસીટીવી નાખીને વહુની સતત ચોકી કરતા હતા એટલું જ નહીં પરંતુ વહુ જ્યારે લેટ નાઈટ પાર્ટીમાં જઈને આવતી પણ ત્યારે પણ ખૂબ વઢતા હતા, તે ઉપરાંત નાના નાના ખર્ચા માટે પણ વહુએ સસરા પર આધાર રાખવો પડતો હતો. આ બધાથી કંટાળીને વહુએ સસરાનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. આ રીતે વહુએ ભાડૂતી હત્યારાને 6 લાખ આપ્યાં હતા અને ઘરની નકલી ચાવી બનાવવા માટે પણ 1200 રુપિયા આપ્યાં હતા. ભાડૂતી માણસોએ છરી હુલાવીને વિનીત વિનોચાની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
ભાડૂતી હત્યારાથી કરાવી હત્યા
શાલુ વિનોચા નામની મહિલાએ તેના કરોડપતિ સસરા વિનીત વિનોચાની ભાડૂતી હત્યારા રખાવીને હત્યા કરાવી નાખી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પશ્ચિમ એસએમ કાસિમ આબિદીએ જણાવ્યું હતું કે પરિવારના ઘરકામ કરનાર, ૩૦ વર્ષીય વિશાલ ગૌતમ અને તેના કથિત સાથી રાજ કિશોરે પોલીસને કથિત રીતે જણાવ્યું હતું કે તેમણે શાલુના આદેશ પર વેપારીની હત્યા કરી હતી, ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સાથેની ગોળીબાર દરમિયાન પગમાં ઈજાઓ થયા બાદ રવિવારે મોડી રાત્રે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
જથ્થાબંધ દવાના વેપારી હતા
ADVERTISEMENT
વેપારી વિનીત રતન આર્બિટ એપાર્ટમેન્ટના પહેલા માળે C-104 ફ્લેટમાં પરિવાર સાથે રહેતા હતા. 4 રૂમ અને ડાઇનિંગ રૂમવાળા આ ફ્લેટની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. વિનીત બિરહાના રોડ પર 'ફાર્મા ટ્રેડર્સ' નામથી દવાની ફર્મ ચલાવતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.