ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં દવા પણ નકલી મળે છે, બીપીની દવાના નામે દર્દીઓને ચૂનો ખવડાવ્યો, ઉત્તરાખંડ સુધી પહોંચ્યા તાર

અમદાવાદ / ગુજરાતમાં દવા પણ નકલી મળે છે, બીપીની દવાના નામે દર્દીઓને ચૂનો ખવડાવ્યો, ઉત્તરાખંડ સુધી પહોંચ્યા તાર

Published By: Vishal Khamar

Last Updated: 04:18 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીપીની દવા સમજીને છેલ્લા કેટલાક મહિનાથી દર્દીઓ જે ગોળીઓ લઈ રહ્યા હતા તે દવા જ ન હોવાનું સામે આવતાં દવા બજારમાં ખળભળાટ મચી ગયો છે.

ADVERTISEMENT

બીપીની દવા સમજીને છેલ્લા કેટલાક મહિનાથી દર્દીઓ જે ગોળીઓ લઈ રહ્યા હતા તે દવા જ ન હોવાનું સામે આવતાં દવા બજારમાં ખળભળાટ મચી ગયો છે. શરૂઆતમાં જે.પી. કેમિકલ કંપનીને તેમની બ્લડ પ્રેશરની દવા નકલી હોવાની ફરિયાદ મળી હતી. કંપનીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતાં તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં આ નકલી દવાનો જથ્થો પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું, જોકે તપાસ આગળ વધતાં સમગ્ર રેકેટનું સૌથી ચોંકાવનારું પાસું બહાર આવ્યું છે. દર્દીઓને બીપીની દવાના નામે જે ગોળીઓ આપવામાં આવતી હતી તેમાં અસરકારક દવાના બદલે ચૂનો હોવાની વિગતો સામે આવી છે એટલે કે બીપી કંટ્રોલ કરવાની આશાએ દવા ખાનારા દર્દીઓને ચૂનો ખવડાવવામાં આવતો હતો. હવે ક્રાઈમ બ્રાંચની તપાસ ઉત્તરાખંડથી આગળ વધીને હિમાચલ પ્રદેશ સુધી પહોંચી છે.

ફરિયાદથી શરૂ થયેલી તપાસ, પછી ખૂલ્યો ‘ચૂના’નો ખેલ

જે.પી. કેમિકલ કંપનીને તેમની બ્લડ પ્રેશરની દવા નકલી હોવાની ફરિયાદ મળ્યા બાદ કંપનીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. ત્યાર બાદ વિભાગે દવાની સપ્લાય ચેઇન અંગે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં અમદાવાદના પાર્શ્વ મેડિકલ સ્ટોર મારફતે આ દવાનો જથ્થો શહેરના આશરે ૧૧ મેડિકલ સ્ટોરમાં પહોંચાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના અલગ અલગ મેડિકલ સ્ટોર અને સ્થળોએ તપાસ કરીને આશરે ૧ર૦૦ જેટલી નકલી દવાની ‌સ્ટ્રીપમાં કબજે કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સમગ્ર મામલો નકલી દવા વેચવાના કૌભાંડ તરીકે સામે આવ્યો હતો, પરંતુ દવાની અંદરની ગોળીઓની તપાસ થતાં કેસ વધુ ગંભીર બન્યો હતો. તપાસમાં સામે આવ્યું કે દર્દીઓને બીપીની દવા આપવાના નામે જે ગોળીઓ વેચવામાં આવતી હતી તેમાં દવાના બદલે ચૂનો હોવાની હકીકત સામે આવી છે, જેના કારણે આ માત્ર છેતરપિંડી નહીં, પરંતુ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાંનો મામલો બની ગયો છે.

૧૮ ટકા કમિશનની લાલચમાં નકલી દવા ખરીદી

તપાસમાં લખનૌના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગી નામના શખ્સોએ ગુજરાતમાં નકલી દવાનો જથ્થો મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પાર્શ્વ મેડિકલ સ્ટોરના દર્શિલ સંઘવીને દવા નકલી હોવાની જાણ હોવા છતાં ૧૮ ટકા કમિશનની લાલચમાં આ જથ્થો ખરીદ્યો હોવાનો આરોપ છે. દર્શિલે આ નકલી દવાનો જથ્થો શહેરના અલગ અલગ આશરે ૧૧ મેડિકલ સ્ટોરમાં સપ્લાય કર્યો હતો. આ રીતે નકલી દવા મેડિકલ સ્ટોર મારફતે સીધી દર્દીઓ સુધી પહોંચી હતી. છેલ્લા ચાર મહિનાથી આ નકલી દવા બજારમાં વેચાઈ રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

એક ‌ સ્ટ્રીપમાં ૧૦ ગોળી, કિંમત ૧૧ર.૯૦ રૂપિયા

આરોપીઓ એક ‌સ્ટ્રીપ ૧૧ર.૯૦ રૂપિયામાં વેચતા હતા. એક ‌િસ્ટ્રપમાં ૧૦ ગોળીઓ આવતી હતી. બહારથી જોતાં આ ગોળી સામાન્ય બીપીની દવા જેવી જ લાગતી હોવાથી દર્દીઓ કે સામાન્ય ગ્રાહકો માટે તે નકલી છે કે અસલી તે ઓળખવું મુશ્કેલ હતું, પરંતુ હવે તપાસમાં દવાની અંદર બીપી નિયંત્રણ માટે જરૂરી દવાના બદલે ચૂનો હોવાની વિગતો સામે આવતાં મામલો વધુ ગંભીર બન્યો છે.

અમદાવાદથી ચાર શહેર સુધી નકલી દવાની જાળ

નકલી દવાનો જથ્થો માત્ર અમદાવાદમાં જ વેચાયો નહોતો. તપાસમાં સુરત, ભાવનગર, નડિયાદ અને ભૂજ સુધી પણ આ જથ્થો પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે એટલે આ સમગ્ર રેકેટનું નેટવર્ક કેટલું મોટું છે અને કુલ કેટલા મેડિકલ સ્ટોર સુધી દવા પહોંચી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અનેક લોકોએ આ દવાનું સેવન કરી લીધું હોવાની વિગતો સામે આવી હોવાથી હવે પોલીસ એ પણ તપાસી રહી છે કે નકલી દવા લીધા બાદ કોઈ દર્દીને આરોગ્યલક્ષી તકલીફ થઈ હતી કે નહીં.

ઉત્તરાખંડથી આવ્યું નકલી દવાનું કનેક્શન

તપાસ દરમિયાન નકલી દવાનો મૂળ જથ્થો ઉત્તરાખંડથી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જોકે ઉત્તરાખંડમાં દવા ક્યાં બનાવવામાં આવતી હતી અને તેમાં ગોળીઓ કોણ તૈયાર કરતું હતું તથા ગોળીઓમાં ચૂનો ભરવાની સમગ્ર પ્રક્રિયા ક્યાં થતી હતી તે હજુ તપાસ માટે મહત્ત્વનો મુદ્દો છે. નકલી દવા તૈયાર થયા બાદ તેનું પેકિંગ કેવી રીતે કરવામાં આવતું હતું અને અસલી દવા જેવી દેખાતી ‌િસ્ટ્રપ તૈયાર કરીને ગુજરાત સુધી કેવી રીતે પહોંચાડવામાં આવતી હતી તેની કડી પણ મેળવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ 'કોના બાપની દિવાળી', 20 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યા પછી ઔડાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પડતો મૂક્યો

નિયમિત તપાસ છતાં ચાર મહિના સુધી વેચાણ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર અને દવાઓની નિયમિત તપાસ કરવામાં આવતી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં નકલી દવા બજારમાં વેચાઈ ગઈ હતી. આશરે ૧ર૦૦ ‌િસ્ટ્રપ કબજે કરાઈ છે, જ્યારે અલગ અલગ શહેરોમાં પણ તેનો જથ્થો પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે નકલી દવાની કેટલી સ્ટ્રિપ તૈયાર કરવામાં આવી હતી, કેટલા દર્દીઓ સુધી પહોંચી અને કેટલા દર્દીઓએ બીપીની દવા સમજીને તેમાં રહેલો ચૂનો ખાધો?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat , Fake Medicine Ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ