ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / 11 સપ્ટેમ્બરે શુક્ર સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશશે, રાહુના નક્ષત્રમાં આવતાં 4 રાશિઓને ધનલાભ અને પ્રગતિના યોગ!
6 ફોટો ગેલેરી
Last Updated: 10:40 AM, 8 September 2026
1/6
11 સપ્ટેમ્બર, 2026ના રોજ, ભૌતિક સુખ, સૌંદર્ય, પ્રેમ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલો ગ્રહ 'શુક્ર' નક્ષત્ર પરિવર્તન કરશે. શુક્ર ચિત્રા નક્ષત્રમાંથી બહાર નીકળીને 'સ્વાતિ' નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનું સ્વામિત્વ રાહુ પાસે છે. જ્યોતિષશાસ્ત્રમાં, સ્વાતિ નક્ષત્રને સ્વતંત્રતા, સંતુલન અને વ્યાવસાયિક કુશળતાનું પ્રતીક માનવામાં આવે છે.શુક્રનું 'સ્વાતિ' નક્ષત્રમાં થતું સંક્રમણ અનેક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલનારું સાબિત થશે. નક્ષત્રમાં થતા આ ફેરફારને કારણે વિશેષ કરીને નીચેની રાશિઓ માટે આર્થિક અને વ્યાવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર લાભ થવાની પ્રબળ શક્યતા છે.
2/6
શુક્ર એ વૃષભ રાશિનો સ્વામી ગ્રહ હોવાથી, આ ગોચર તમારા માટે પણ શુભ પરિણામો લાવશે. કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે અને તમને સહકર્મીઓ તથા ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને લાંબા સમયથી જૂની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમને માનસિક શાંતિનો અનુભવ થશે અને ભૂતકાળની સમસ્યાઓમાંથી રાહત મળશે.
ADVERTISEMENT
3/6
4/6
સ્વાતિ નક્ષત્ર તુલા રાશિ હેઠળ આવે છે અને શુક્ર એ તુલા રાશિનો સ્વામી ગ્રહ છે. તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બનશે અને તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. કળા, ફેશન, ડિઝાઇન, મીડિયા અને ગ્લેમર ઇન્ડર્સ્ટ્રી જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો મોટી સફળતા મેળવી શકે છે અથવા કોઈ નવો પ્રોજેક્ટ પ્રાપ્ત કરી શકે છે. તમારા દાંપત્ય જીવનમાં સુમેળ જળવાઈ રહેશે અને જીવનસાથી સાથેનો તમારો સંબંધ વધુ મજબૂત બનશે.
ADVERTISEMENT
5/6
શનિ એ કુંભ રાશિનો સ્વામી ગ્રહ છે અને શુક્ર સાથે મિત્રતાનો સંબંધ છે. સ્વાતિ નક્ષત્રમાં સ્થિત શુક્ર તમારા ભાગ્ય સ્થાન (નવમા ભાવ) ને બળવાન બનાવશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. કામકાજને લગતી યાત્રાઓ લાભદાયી સાબિત થશે અને વિદેશ સાથે વેપાર-ધંધો કરતા લોકોને નોંધપાત્ર લાભ મળી શકે છે. તમારી પ્રતિષ્ઠા અને સામાજિક મોભો પણ વધશે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ