ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ‘રોજ લાવવું અને રોજ ખાવું પડે છે, મજબૂરી છે’, હડતાળ વચ્ચે રિક્ષાચાલકોએ ફરી શરૂ કર્યો ધંધો

ગુજરાત / ‘રોજ લાવવું અને રોજ ખાવું પડે છે, મજબૂરી છે’, હડતાળ વચ્ચે રિક્ષાચાલકોએ ફરી શરૂ કર્યો ધંધો

Published By: Nidhi Panchal
Reported By: Parth Jani

Last Updated: 10:54 AM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘રોજ લાવવું અને રોજ ખાવું પડે છે, ચાર દિવસની હડતાળ પોસાય તેમ નથી, મજબૂરી છે’... આ શબ્દો છે હડતાળ વચ્ચે ફરી રિક્ષા ચલાવવાનું શરૂ કરનારા રિક્ષાચાલકોના. યુનિયનની સાથે હોવા છતાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગીતા મંદિર પાસે કેટલાક રિક્ષાચાલકોએ બીજા જ દિવસે ફરી ધંધો શરૂ કરી દીધો છે.

ADVERTISEMENT

‘રોજ લાવવું અને રોજ ખાવું પડે છે, મજબૂરી છે...’ અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ વચ્ચે કેટલાક રિક્ષાચાલકોની આવી વાત સામે આવી છે. એક તરફ રિક્ષાચાલકો યુનિયનની સાથે રહીને હડતાળને સમર્થન આપી રહ્યા છે, તો બીજી તરફ રોજની કમાણી પર ઘર ચલાવતા રિક્ષાચાલકો માટે ચાર દિવસ સુધી રિક્ષા બંધ રાખવી મુશ્કેલ બની રહી છે.

ricksaw-2

ટેક્સી ચાલકોની હડતાળ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ

અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 10 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. હડતાળ પાછળ ઓનલાઈન રિક્ષા અને ટેક્સીના ઓછા ભાડા, CNGના વધતા ખર્ચ અને રેપિડો જેવી સેવાઓ સામે રિક્ષાચાલકોના પ્રશ્નો છે. પરંતુ હડતાળના બીજા દિવસે જ ગીતા મંદિર પાસે કેટલાક રિક્ષાચાલકોએ ફરી પોતાની રિક્ષા રસ્તા પર ઉતારી દીધી છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે તેઓ યુનિયનની સામે નથી અને યુનિયન જે લડાઈ લડી રહ્યું છે તેને તેમનું પણ સમર્થન છે. પરંતુ ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી પણ તેમની છે.

ahd

‘રોજ લાઇને રોજ ખાવું પડે છે.’

રિક્ષાચાલકોએ કહ્યું કે ‘રોજ લાઇને રોજ ખાવું પડે છે.’ એટલે કે રોજ રિક્ષા ચલાવીએ અને તેમાંથી જે કમાણી થાય તેનાથી જ ઘરના ખર્ચા ચાલે છે. આવી સ્થિતિમાં સતત ચાર દિવસ સુધી રિક્ષા બંધ રાખવાથી ઘરનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની શકે છે.

ahd-2

રિક્ષાચાલકોનું કહેવું છે કે રોજની કમાણી બંધ થઈ જાય તો રાશન, બાળકોનો ખર્ચ અને ઘરના બીજા જરૂરી ખર્ચા કેવી રીતે ચાલશે તેની ચિંતા રહે છે. આ જ મજબૂરીના કારણે કેટલાક રિક્ષાચાલકોને હડતાળના બીજા દિવસે જ ફરી ધંધો શરૂ કરવો પડ્યો છે.

‘યુનિયનની સાથે છીએ

ગીતા મંદિર પાસે રિક્ષા ચલાવતા ચાલકોએ સ્પષ્ટ કહ્યું કે ‘યુનિયનની સાથે છીએ, પણ ઘરનું ગુજરાન પણ ચલાવવું જરૂરી છે.’ તેમના માટે આ હડતાળનો વિરોધ કરવાનો મુદ્દો નથી, પરંતુ પરિવાર ચલાવવાની મજબૂરી છે. ચાર દિવસ સુધી રિક્ષા બંધ રાખવી તેમના માટે પોસાય તેમ નથી.

rickshaw-chalak

રિક્ષાચાલકોએ વધુમાં કહ્યું કે જો તેમને રસ્તા પર રિક્ષા ચલાવતા રોકવામાં આવશે તો તેઓ મુસાફરોને ઉતારી દેશે. તેમનું કહેવું છે કે તેઓ કોઈની સાથે વિવાદ કરવા માંગતા નથી, પરંતુ પોતાની રોજગારી માટે રિક્ષા ચલાવવી જરૂરી બની છે.

આ પણ વાંચો : આજે PM મોદી ગુજરાતમાં, વડોદરામાં ₹35,000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, Gen-Z સાથે સંવાદ, જાણો સમગ્ર કાર્યક્રમ

આમ, અમદાવાદમાં એક તરફ રિક્ષા અને ટેક્સી યુનિયનો પોતાની માંગણીઓને લઈને હડતાળ પર છે, તો બીજી તરફ રોજની કમાણી પર નિર્ભર કેટલાક રિક્ષાચાલકો માટે રોજગારીનો પ્રશ્ન મોટો બની ગયો છે. યુનિયનની માંગણીઓનું સમર્થન હોવા છતાં પરિવારના ખર્ચા માટે તેમને ફરી રિક્ષા રસ્તા પર ઉતારવી પડી છે. હાલમાં રિક્ષા-ટેક્સી યુનિયનોની હડતાળ 10 સપ્ટેમ્બર સુધી જાહેર કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વધુ રિક્ષાચાલકો હડતાળમાં રહે છે કે પછી રોજગારીની મજબૂરીના કારણે તેઓ પણ ફરી રિક્ષા ચલાવવાનું શરૂ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Auto Strike Ahmedabad Rickshaw Strike Rickshaw Drivers

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ