ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં સુરત 5મા ક્રમે, રાજકોટ-અમદાવાદ પણ ટોપ-10માં, લખનઉ પ્રથમ અને ઇન્દોર બીજા સ્થાને!

નેશનલ / સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં સુરત 5મા ક્રમે, રાજકોટ-અમદાવાદ પણ ટોપ-10માં, લખનઉ પ્રથમ અને ઇન્દોર બીજા સ્થાને!

Published By: Jinal Chauhan

Last Updated: 08:14 AM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. દેશના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની રેન્કિંગમાં સુરતે પાંચમું સ્થાન મેળવ્યું છે. રાજકોટ અને અમદાવાદે પણ ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.

ADVERTISEMENT

લખનઉએ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.ગુજરાતમાંથી સુરત પાંચમા ક્રમે જ્યારે રાજકોટ અને અમદાવાદે પણ ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ એટલે કે NCAP હેઠળ દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 130 શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ સર્વેક્ષણમાં ઉત્તર પ્રદેશનું લખનઉ દેશભરમાં પ્રથમ સ્થાને રહ્યું છે. ઇન્દોર બીજા અને મધ્ય પ્રદેશનું જબલપુર ત્રીજા સ્થાને રહ્યું છે. ભોપાલ અને આગ્રા સંયુક્ત રીતે ચોથા સ્થાને રહ્યા છે. સુરતે 191ના સ્કોર સાથે પાંચમું સ્થાન મેળવ્યું છે.

સુરત પાંચમા સ્થાને, રાજકોટ-અમદાવાદ ટોપ-10માં

10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની રેન્કિંગમાં લખનઉએ 198ના અંતિમ સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઇન્દોર 197 સ્કોર સાથે બીજા અને જબલપુર 195 સ્કોર સાથે ત્રીજા સ્થાને છે. ભોપાલ અને આગ્રા બંનેનો સ્કોર 192 છે અને બંને ચોથા સ્થાને છે. ગુજરાતનું સુરત 191 સ્કોર સાથે પાંચમા ક્રમે છે. રાજકોટ 187 સ્કોર સાથે સાતમા અને અમદાવાદ 186 સ્કોર સાથે આઠમા સ્થાને છે.આ કેટેગરીમાં રાયપુર છઠ્ઠા, થાણે અને ચંડીગઢ સંયુક્ત રીતે સાતમા તથા વિજયવાડા આઠમા સ્થાને રહ્યા છે. ગાઝિયાબાદ 184 સ્કોર સાથે નવમા સ્થાને છે. નવી મુંબઈ પણ 184 સ્કોર સાથે નવમા ક્રમે છે. નાગપુર 183.8 સ્કોર સાથે 10મા સ્થાને છે. મોટા શહેરોમાં કાનપુર 11મા, ત્રિચી અને પુણે 12મા, પ્રયાગરાજ એટલે કે અહેવાલની યાદીમાં અલ્હાબાદ 13મા ક્રમે છે.

ગુજરાતના અન્ય શહેરોની સ્થિતિ શું રહી?

સર્વેક્ષણમાં ગુજરાતના મોટા શહેરોમાં સુરત પાંચમા, રાજકોટ સાતમા અને અમદાવાદ આઠમા સ્થાને રહ્યા છે. વડોદરા 179ના સ્કોર સાથે 15મા ક્રમે છે. એટલે ગુજરાતના ચાર મોટા શહેરોએ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત રિપોર્ટમાં દેશના અન્ય મોટા શહેરોની સ્થિતિ પણ આપવામાં આવી છે. દિલ્હી 172 સ્કોર સાથે 21મા અને મુંબઈ 160.8 સ્કોર સાથે 28મા ક્રમે છે.આ કેટેગરીમાં ફરીદાબાદ 14મા, વાસઈ-વિરાર 15મા, પટણા અને ઔરંગાબાદ 16મા, દુર્ગ-ભિલાઈ 17મા, ધનબાદ 18મા, હૈદરાબાદ 19મા અને જયપુર 20મા સ્થાને છે. વિશાખાપટ્ટનમ 21મા, મેહરઠ 22મા, આસનસોલ 23મા, જોધપુર 24મા, અમૃતસર 25મા, શ્રીનગર 26મા, રાંચી 27મા, નાસિક 29મા અને ગ્વાલિયર 30મા સ્થાને છે.

ઉત્તર પ્રદેશના 16 શહેરોએ અલગ-અલગ કેટેગરીમાં સ્થાન મેળવ્યું

રિપોર્ટમાં ઉત્તર પ્રદેશના 16 શહેરોએ અલગ-અલગ કેટેગરીમાં સ્થાન મેળવ્યું હોવાનું જણાવાયું છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં લખનઉ પ્રથમ સ્થાને છે. ગાઝિયાબાદે નવમું, કાનપુરે 11મું, પ્રયાગરાજે 13મું અને મેહરઠે 22મું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ આગ્રા ચોથા સ્થાને હોવા છતાં તેની અગાઉની રેન્કિંગની સરખામણીમાં ઘટાડો થયો છે. કાનપુર, પ્રયાગરાજ અને વારાણસીની રેન્કિંગમાં પણ ઘટાડો નોંધાયો છે.3 લાખથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદે બીજું, ઝાંસીએ પાંચમું, મુરાદાબાદ અને નોઈડાએ સંયુક્ત આઠમું, ગોરખપુરે 22મું અને બરેલીે 26મું સ્થાન મેળવ્યું છે. 3 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં રાયબરેલી 17મા, અનપરા 29મા, ખુર્જા 30મા અને ગજરૌલા 31મા સ્થાને રહ્યા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ PM મોદીના વડોદરાવાળા કાર્યક્રમનો ગજબ ક્રેઝ, 1 કલાકમાં બધી સીટો ફુલ, 42 હજાર લોકો વેઇટિંગમાં

લખનઉને પ્રથમ સ્થાન કેમ મળ્યું?

લખનઉએ હવાના પ્રદૂષણને ઘટાડવા માટે અનેક સ્તરે કામ કર્યું છે. કચરો એકત્ર કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રસ્તાઓ પરથી ધૂળ દૂર કરવા માટે મિકેનાઇઝ્ડ સ્વીપિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જૂના કચરાનું વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. ઘરેથી કચરો એકત્ર કરવા માટે 1,100 ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાંધકામ અને તોડફોડમાંથી નીકળતા કચરાનું પણ 100 ટકા નિકાલ કરવામાં આવ્યો છે.લખનઉને NCAP હેઠળ 1.50 કરોડ રૂપિયાની ઇનામી રકમ પણ આપવામાં આવી છે. નવી દિલ્હીના ઇન્દિરા પર્યાવરણ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં લખનઉના મેયર સુષમા ખર્કવાલ, મ્યુનિસિપલ કમિશનર ગૌરવ કુમાર, એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પંકજ શ્રીવાસ્તવ અને પર્યાવરણ એન્જિનિયર સંજીવ પ્રધાને પુરસ્કાર સ્વીકાર્યો હતો.

3થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં રાઉરકેલા પ્રથમ

3થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ઓડિશાનું રાઉરકેલા 198.5ના સ્કોર સાથે પ્રથમ સ્થાને રહ્યું છે. ફિરોઝાબાદ અને ગુન્ટૂર બંને 195 સ્કોર સાથે સંયુક્ત બીજા સ્થાને છે. અમરાવતી ત્રીજા અને ભુવનેશ્વર ચોથા સ્થાને છે. ઝાંસી પાંચમા, અલવર છઠ્ઠા, લાતૂર સાતમા અને મુરાદાબાદ તથા નોઈડા સંયુક્ત આઠમા સ્થાને છે.આ કેટેગરીમાં નેલ્લોર નવમા, કોરબા 10મા, દાવણગેરે 11મા, દેહરાદૂન 12મા, ઉજ્જૈન 13મા, રાજામુન્દ્રી 14મા, ગુવાહાટી 15મા, ઉલ્હાસનગર 16મા, સોલાપુર 17મા, સાગર 18મા, હુબલી-ધારવાડ 19મા, જમ્મુ 20મા અને કટક 21મા સ્થાને છે. ગોરખપુર 22મા, સાંગલી 23મા, જલગાંવ 24મા, પટિયાલા 25મા, બરેલી અને અકોલા સંયુક્ત 26મા ક્રમે છે.

Swachh Vayu Survekshan 2026 (1)

3 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં કલિંગા નગર પ્રથમ

3 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં કલિંગા નગર 198.5ના સ્કોર સાથે પ્રથમ સ્થાને રહ્યું છે. અંગુલ બીજા અને તાલચેર ત્રીજા સ્થાને છે. એલુરુ ચોથા, હલ્દિયા પાંચમા, વિજયનગરમ છઠ્ઠા અને દેવાસ સાતમા સ્થાને છે. સંગારેડ્ડી આઠમા, દમતલ નવમા અને નલગોંડા 10મા સ્થાને છે. આ કેટેગરીમાં પરવાણુ 11મા, શ્રીકાકુલમ પણ 11મા, સુંદરનગર 12મા, નલબાડી 13મા, કાલા અંબ 14મા, નાલાગઢ 15મા, ઋષિકેશ 16મા અને રાયબરેલી 17મા સ્થાને છે. ગોવિંદગઢ 18મા, નયા નંગલ 19મા, સિલચર 20મા, કાશીપુર 21મા, પાંવટા સાહિબ 22મા, બદ્દી 23મા, બાલાસોર 24મા, શિવસાગર અને ઓંગોલ સંયુક્ત 25મા સ્થાને છે.ચિત્તૂર 26મા, જાલના 27મા, ખન્ના 28મા, અનપરા 29મા, ખુર્જા 30મા, ગજરૌલા 31મા, પઠાનકોટ/ડેરા બાબા 32મા, નગાંવ 33મા, દીમાપુર 34મા, તુતીકોરિન 35મા, કોહિમા 36મા, ડેરા બસ્સી 37મા અને બર્નીહાટ 38મા સ્થાને છે.

2025ની સરખામણીમાં કયા શહેરોની રેન્કિંગ બદલાઈ?

લખનઉની રેન્કિંગમાં સૌથી મોટો સુધારો જોવા મળ્યો છે. 2025માં 15મા સ્થાને રહેલું લખનઉ 2026માં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ગાઝિયાબાદ 12મા સ્થાનેથી નવમા સ્થાને આવ્યું છે અને મેહરઠ 33મા સ્થાનેથી 22મા સ્થાને પહોંચ્યું છે. બીજી તરફ આગ્રા ત્રીજા સ્થાનેથી ચોથા, કાનપુર પાંચમા સ્થાનેથી 11મા અને પ્રયાગરાજ સાતમા સ્થાનેથી 13મા સ્થાને પહોંચ્યું છે. વારાણસીની રેન્કિંગ 11માંથી ઘટીને 34 થઈ છે.3થી 10 લાખની કેટેગરીમાં ફિરોઝાબાદ પાંચમા સ્થાનેથી બીજા સ્થાને આવ્યું છે. નોઈડા નવમા સ્થાનેથી આઠમા સ્થાને પહોંચ્યું છે. જ્યારે ઝાંસી બીજા સ્થાનેથી પાંચમા અને મુરાદાબાદ બીજા સ્થાનેથી આઠમા સ્થાને આવ્યું છે. ગોરખપુર પાંચમા સ્થાનેથી 22મા અને બરેલી સાતમા સ્થાનેથી 26મા સ્થાને પહોંચ્યું છે.

Swachh Vayu Survekshan 2026 (2)

130 શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે મોટું અભિયાન

રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ એટલે કે NCAP હેઠળ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 130 શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે 16,425 કરોડ રૂપિયાની પ્રદર્શન આધારિત સહાય આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 2017-18ની સરખામણીમાં 2025-26 દરમિયાન 108 શહેરોમાં PM10ના સ્તરમાં સુધારો થયો છે. તેમાંથી 72 શહેરોમાં PM10માં 20 ટકાથી વધુ અને 26 શહેરોમાં 40 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. 14 શહેરો રાષ્ટ્રીય આસપાસની હવાની ગુણવત્તાના ધોરણો પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે.આ સર્વેક્ષણ દરમિયાન NCAP હેઠળ શહેરો અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓનું સંકલન પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં રસ્તાની ધૂળ નિયંત્રણ, વાહન અને ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ, કચરા વ્યવસ્થાપન, હરિયાળા વિસ્તારોનો વિકાસ અને જનજાગૃતિ જેવા ઉપાયો સામેલ છે.

સર્વેમાં શહેરોને કયા માપદંડ પર તપાસવામાં આવ્યા?

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં શહેરોના પ્રદર્શનનું મૂલ્યાંકન અનેક માપદંડોના આધારે કરવામાં આવ્યું છે. તેમાં રસ્તાની ધૂળ પર નિયંત્રણ, ઘન કચરા વ્યવસ્થાપન, વાહનોના પ્રદૂષણ પર નિયંત્રણ, ઔદ્યોગિક ઉત્સર્જન, બાંધકામ અને તોડફોડના કચરાનું વ્યવસ્થાપન તથા ખુલ્લામાં કચરો સળગાવવા પર નિયંત્રણ જેવા મુદ્દાઓ સામેલ છે. આ ઉપરાંત જનજાગૃતિની કામગીરીને પણ મહત્વ આપવામાં આવ્યું છે.સર્વેક્ષણના કાર્યક્રમની અધ્યક્ષતા રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલના અધ્યક્ષ ન્યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્તવે કરી હતી. તેમણે જણાવ્યું કે સ્વચ્છ હવા મેળવવી અશક્ય લક્ષ્ય નથી. યોગ્ય આયોજન અને જમીની સ્તરે અસરકારક અમલીકરણથી શહેરો પોતાની હવાની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. તેમના જણાવ્યા અનુસાર પ્રદૂષણ નિયંત્રણમાં સ્થાનિક સંસ્થાઓ સૌથી મહત્વની કડી છે.

પહેલીવાર સર્વેમાં વોર્ડને પણ સામેલ કરવામાં આવ્યા

આ વખતે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પહેલીવાર શહેરોની સાથે વોર્ડને પણ સામેલ કરવામાં આવ્યા છે. કેટેગરી-1માં લખનઉના વોર્ડ નંબર 70એ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આથી માત્ર શહેર સ્તરે જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે પણ હવાની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવતી કામગીરીને મહત્વ આપવામાં આવ્યું છે.દર વર્ષે આ પુરસ્કાર ત્રણ જૂથોમાં આપવામાં આવે છે. તેમાં 3 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો, 3થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરો અને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોનો સમાવેશ થાય છે. આ રેન્કિંગ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 130 શહેરોના પ્રદર્શનના આધારે તૈયાર કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Ahmedabad Ranking Surat Air Quality Ranking Swachh Vayu Survekshan 2026

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ