ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / આજે PM મોદી ગુજરાતમાં, વડોદરામાં ₹35,000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, Gen-Z સાથે સંવાદ, જાણો સમગ્ર કાર્યક્રમ
Last Updated: 07:46 AM, 8 September 2026
ADVERTISEMENT
PM મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડોદરાની MS યુનિવર્સિટી પેવેલિયન ગ્રાઉન્ડમાં આયોજિત ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને રૂ. 35,200 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ યુવાઓ સહિત 6,000 લોકોને સંબોધશે. આ કાર્યક્રમ ખાસ GEN-Zને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વડોદરાના કાર્યક્રમ માટે ગ્રાઉન્ડમાં ખાસ Y આકારનું સ્ટેજ અને રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. આ રેમ્પની આસપાસ યુવાનોને બેસાડવામાં આવશે. PM મોદી રોકસ્ટારની સ્ટાઇલમાં રેમ્પ પર ચાલતા-ચાલતા GEN-Z વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરશે અને લોકોનું અભિવાદન ઝીલશે. કાર્યક્રમમાં 6,000 લોકો હાજરી આપશે અને તેનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. સાથે PM મોદી GEN-Zને આકર્ષવા માટે કોન્સર્ટ સ્ટાઇલમાં સંવાદ કરતા જોવા મળશે.
ADVERTISEMENT
આ કાર્યક્રમને ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ ખાસ બનાવવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમનું પ્રોડક્શન અને લાઇવ કવરેજ 4K કેમેરાથી કરવામાં આવશે, જેથી લોકોને ઉચ્ચ ગુણવત્તાનો વિઝ્યુઅલ અનુભવ મળી શકે. સરકારી કાર્યક્રમમાં પ્રવેશ માટે પહેલીવાર ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અપનાવવામાં આવી છે. ‘બુક માય શો’ના રજીસ્ટ્રેશનમાં અત્યાર સુધીમાં 6,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ડિજિટલ પહેલથી કાર્યક્રમ સ્થળે પ્રવેશ વધુ સરળ અને સુવ્યવસ્થિત બનશે. જોકે 36,000 લોકો કાર્યક્રમમાં પ્રવેશથી વંચિત રહ્યા છે.
ADVERTISEMENT
PM મોદીના કાર્યક્રમને લઈને વડોદરા શહેરમાં ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી છે. એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધી 2,000થી વધુ જવાનો, 11 DCP અને 17 ACP તૈનાત રહેશે. સભા સ્થળ પર ડ્રોનથી સતત નજર રાખવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર મંગલ પાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની ટીમ બોટ મારફતે ઉતરી અને બોમ્બ અથવા કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તેની તપાસ કરી છે. PM મોદીના આગમન પહેલા વડોદરા શહેર પણ રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. ફતેગંજ, કારેલીબાગ, VIP રોડ અને ન્યૂ VIP રોડ સહિતના મુખ્ય વિસ્તારોને રંગબેરંગી અને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. રાત્રિના સમયે લાઇટિંગના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ અને વિસ્તારોનું સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે.

ADVERTISEMENT
PM મોદી બપોરે 11:45 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ MS યુનિવર્સિટી પેવેલિયન ગ્રાઉન્ડમાં ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બપોરે 2:45 કલાકે નવસારી જવા રવાના થશે. નવસારીમાં તેઓ જિલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ત્યારબાદ બપોરે 4:30 કલાકે હેલિકોપ્ટર મારફતે સુરત જવા રવાના થશે અને 4:35 કલાકે સુરતથી મુંબઈ જવા રવાના થશે. નવસારીમાં PM મોદીના સ્વાગત માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્ય રોડથી કમલમ સુધી 1,100 મહિલાઓ કળશ લઈને PMનું સ્વાગત કરશે. કાર્યાલય બહાર 500 લોકો ડમરું વગાડશે અને લગભગ 100 લોકો ત્રાસા વગાડી અભિવાદન કરશે.
ADVERTISEMENT
નવસારીનું ‘નમો કમલમ’ રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને દેશનું પ્રથમ AIથી સજ્જ ભાજપ કાર્યાલય ગણાવવામાં આવી રહ્યું છે. PM બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર કોઈ જિલ્લા સ્તરના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, જેના કારણે આ કાર્યક્રમનું ખાસ મહત્વ છે. ‘નમો કમલમ’ના લોકાર્પણ બાદ PM મોદી 5,000થી વધુ બુદ્ધિજીવી, ડોક્ટર, એન્જિનિયર, શિક્ષકો સહિતના ટોચના કાર્યકરો સાથે સંવાદ કરશે.
PM મોદીના વડોદરા કાર્યક્રમને કારણે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પંડ્યા બ્રિજથી ફતેગંજ બ્રિજ નીચે થઈને જુના વુડા સર્કલ સુધીનો માર્ગ બંધ રહેશે. તેના બદલે લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી ટ્રાફિક સંબંધિત સૂચનાઓનું પાલન કરીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા પણ લોકોને જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ