ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, 13 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છતાં થશે ગરમીનો અનુભવ!

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, 13 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છતાં થશે ગરમીનો અનુભવ!

Last Updated: 08:34 AM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, પરંતુ રાજ્યમાં હજુ સુધી વરસાદી માહોલ જામ્યો નથી. હવામાન વિભાગે આજે હળવા વરસાદની આગાહી કરી છે, જ્યારે 13 સપ્ટેમ્બર સુધી હળવોથી મધ્યમ વરસાદ અને ત્યારબાદ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

1/6

photoStories-logo

1. ગુજરાતમાં આજનું હવામાન કેવું રહેશે?

ગુજરાતમાં હાલ હળવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. સક્રિય સિસ્ટમના કારણે સારા વરસાદની આશા હતી, પરંતુ રાજ્યમાં હજુ સુધી વરસાદી માહોલ જામી રહ્યો નથી. હવામાન વિભાગે આજે એટલે કે 8 સપ્ટેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ

હવામાન વિભાગ અનુસાર, 8 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ અને સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 9થી 13 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

9થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 14થી 17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે?

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, 14થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન પણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ સહિતના જિલ્લાઓ તેમજ કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ગુજરાતમાં ગરમી અને બફારો વધશે

વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમી અને બફારાનો અનુભવ પણ થઇ શકે છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 8થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન ઉંચું રહી શકે છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રી કે તેથી વધુ નોંધાઇ શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24થી 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન?

અમદાવાદમાં આજે મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. રાજકોટમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર અથવા હળવો વરસાદ થઇ શકે છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. સુરતમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. છૂટાછવાયા સ્થળોએ ઝરમર અથવા હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે. વડોદરામાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Weather Gujarat Rain Gujarat Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ