ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, કરિયર-ધંધામાં પ્રગતિ સાથે ધનલાભના યોગ બનશે!
6 ફોટો ગેલેરી
Last Updated: 07:42 AM, 8 September 2026
1/6
17 સપ્ટેમ્બર 2026ના રોજ સૂર્ય સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિમાં પહેલેથી હાજર બુધ સાથે સૂર્યની યુતિ થવાથી બુધાદિત્ય યોગ બનશે. જ્યોતિષીય માન્યતા અનુસાર આ યોગ બુદ્ધિ, નિર્ણય ક્ષમતા, કરિયર અને ધન સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામ આપી શકે છે.આત્મવિશ્વાસ, માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા, પિતા અને કરિયરનો કારક માનવામાં આવે છે. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સૂર્ય કન્યા રાશિમાં રહેશે. ખાસ કરીને 17 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન સૂર્ય અને બુધની યુતિ કેટલીક રાશિઓ માટે શુભ પરિણામ આપી શકે છે.આ દરમિયાન નોકરી કરતા લોકોને નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓને નવી ડીલ મળવાની શક્યતા છે અને અટકેલા કામમાં પણ ગતિ આવી શકે છે. ચાલો જાણીએ કઈ ચાર રાશિઓ માટે આ સમય ખાસ રહેવાનો છે.
2/6
સૂર્યનું ગોચર કન્યા રાશિમાં જ થવાનું હોવાથી આ રાશિના જાતકો માટે સમય મહત્વપૂર્ણ બની શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. નોકરી કરતા લોકોને અધિકારીઓનો સહયોગ મળી શકે છે. કરિયરમાં નવી જવાબદારી મળવાની સાથે આગળ વધવાની તક મળી શકે છે. વેપારીઓ નવી યોજના બનાવીને તેનો અમલ કરી શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
3/6
તુલા રાશિના જાતકો માટે આ સમય નવી યોજનાઓ અને ભવિષ્યની તૈયારી માટે સારો રહી શકે છે. બુધાદિત્ય યોગને કારણે નિર્ણય લેવાની ક્ષમતા અને વ્યૂહરચનામાં સુધારો થઈ શકે છે. વિદેશ અથવા દૂરના સ્થળ સાથે જોડાયેલા કામમાં નવી તક મળી શકે છે. નોકરીમાં કરેલી મહેનતનું પરિણામ ભવિષ્યમાં મળી શકે છે. વેપારીઓને નવી યોજના પર કામ કરવાની તક મળશે અને આર્થિક લાભના રસ્તા પણ ખુલી શકે છે.
4/6
કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર અચાનક લાભના સંકેત આપી શકે છે. અટકેલા આર્થિક કામોમાં રાહત મળી શકે છે અને પૈસા સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. પૈતૃક સંપત્તિ અથવા જૂના રોકાણ સાથે જોડાયેલા મામલામાં લાભની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં તમારી સમજદારી અને નિર્ણય લેવાની ક્ષમતા લોકોનું ધ્યાન ખેંચી શકે છે. જોકે મોટા આર્થિક કે કરિયર સંબંધિત નિર્ણય લેતી વખતે ઉતાવળ કરવી નહીં.
ADVERTISEMENT
5/6
મીન રાશિના જાતકો માટે આ સમય ભાગીદારી અને સંબંધોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની શકે છે. નોકરી અને વેપારમાં કોઈ નવા વ્યક્તિનો સહયોગ મળી શકે છે. વેપારીઓને નવી ડીલ અથવા ભાગીદારીથી લાભ થવાની શક્યતા છે. કરિયરમાં નવા સંપર્કો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. દાંપત્ય જીવનમાં વાતચીત દ્વારા જૂની ગેરસમજ દૂર થઈ શકે છે. કુલ મળીને આ ગોચર મીન રાશિના જાતકો માટે નવી તકોના દરવાજા ખોલી શકે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ