ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર નકલી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ યથાવત, અત્યાર સુધી 41 આરોપીઓની ધરપકડ, 38 જેલ હવાલે
Last Updated: 06:50 AM, 8 September 2026
ADVERTISEMENT
ભાવનગરના નકલી દારૂકાંડમાં SMC દ્વારા તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત છે. આ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં SMC દ્વારા કુલ 41 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 38 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ સહિત દિલ્હીથી ઝડપાયેલો મનજીતસિંઘ સૈની હાલમાં પોલીસ રિમાન્ડ પર છે.
ADVERTISEMENT

પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલના 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીમાં ઝડપાયેલા મનજીતસિંઘ સૈનીના 10 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા બંને આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ પૂછપરછમાં નકલી દારૂકાંડ સાથે જોડાયેલા વધુ લોકોના નામ સામે આવે અને વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
આ તરફ નકલી દારૂકાંડમાં સંડોવાયેલો વધુ એક શખ્સ હરદીપસિંહ મોરી પણ પોલીસની તપાસમાં આવ્યો છે. હરદીપસિંહ મોરીની ધરપકડ બાદ સિહોર પોલીસે તેના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે હરદીપસિંહ મોરીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન સિહોર પોલીસ પણ સમગ્ર મામલે પૂછપરછ કરી રહી છે. ખાસ કરીને નકલી દારૂકાંડમાં તેની ભૂમિકા શું હતી અને અન્ય આરોપીઓ સાથે તેનું કનેક્શન શું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
નકલી દારૂકાંડમાં માત્ર આરોપીઓ સુધી જ તપાસ સીમિત રહી નથી, પરંતુ પોલીસની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ મામલે 2 PI સહિત કુલ 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 1 પોલીસ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે SMCના IG ગાગનદીપ ગંભીર દ્વારા ભાવનગરમાં 6 દિવસ સુધી પોલીસની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન SP, DYSP, PI સહિતના પોલીસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ બુટલેગરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈ કનેક્શન હતું કે કેમ અને નકલી દારૂના ગેરકાયદે ધંધામાં પોલીસની કોઈ ભૂમિકા હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
નકલી દારૂના સેવનથી અત્યાર સુધીમાં 61 લોકો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલામાં સત્તાવાર રીતે 13 લોકોના મોત જાહેર કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SMC દ્વારા હજુ પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
હાલમાં રાજદીપસિંહ ગોહિલ અને મનજીતસિંઘ સૈની સહિતના આરોપીઓની પોલીસ પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ હરદીપસિંહ મોરીના પણ ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાથી તેની પાસેથી મહત્વની માહિતી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં રિમાન્ડ દરમિયાન વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે. સમગ્ર નકલી દારૂકાંડમાં SMCની તપાસ હજુ પણ ચાલુ છે અને પોલીસની ભૂમિકા સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ