ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કાકા હોસ્ટેલમાં મૂકીને ઘેર પહોંચે તે પહેલા ભત્રીજાએ જીવન ટૂંકાવ્યું, પરિવારને માટે આભ ફાટ્યું

આણંદ / કાકા હોસ્ટેલમાં મૂકીને ઘેર પહોંચે તે પહેલા ભત્રીજાએ જીવન ટૂંકાવ્યું, પરિવારને માટે આભ ફાટ્યું

Published By: Vishal Khamar
Reported By: Ghansyam Patel

Last Updated: 10:27 AM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના બોરસદમાં વાત્સલ્ય સ્કૂલના હોસ્ટેલમાં 17 વર્ષીય કુંજ મંગુકિયાએ આપઘાત કર્યો. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી.

ADVERTISEMENT

આણંદ જિલ્લાના બોરસદમાંથી માતા-પિતા અને વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. બોરસદની વાત્સલ્ય સ્કૂલના હોસ્ટેલમાં રહેવા આવેલા 17 વર્ષીય વિદ્યાર્થી કુંજ મંગુકિયાએ કથિત રીતે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કુંજને તેના કાકા હોસ્ટેલમાં મૂકીને ધર્મજ પહોંચ્યા હતા. જોકે, હોસ્ટેલમાં મૂક્યાના ગણતરીના કલાકોમાં જ કુંજે આ પગલું ભર્યું હોવાની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

કુંજને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાની ઈચ્છા નહોતી: સૂત્ર

મળતી માહિતી પ્રમાણે, કુંજને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાની ઈચ્છા નહોતી. આ બાબતને ઘટનાના સંભવિત કારણોમાંની એક તરીકે જોવામાં આવી રહી છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો

ઘટના બાદ કુંજને સ્કૂલની સામે આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કુંજે આ અંતિમ પગલું શા માટે ભર્યું, હોસ્ટેલમાં આવ્યા બાદ તેની સાથે શું બન્યું હતું અને ઘટનાની અન્ય કોઈ પરિસ્થિતિ હતી કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ આજે PM મોદી ગુજરાતમાં, વડોદરામાં ₹35,000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, Gen-Z સાથે સંવાદ, જાણો સમગ્ર કાર્યક્રમ

આ ઘટનાએ વાલીઓમાં પણ ચિંતા જગાવી છે. નિષ્ણાતોનું માનવું છે કે કિશોરો પર અભ્યાસ, હોસ્ટેલ અથવા અન્ય બાબતોને લઈને કોઈ દબાણ હોય તો તેમની સાથે સતત અને ખુલ્લો સંવાદ રાખવો અત્યંત જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kunz Mangukiya Vatsalya School hostel Anand student suicide

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ