ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM મોદીના કાર્યક્રમ પહેલા અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી 2 સંદિગ્ધની ધરપકડ, PMOનું નકલી કાર્ડ-બંદૂક જપ્ત

મુંબઈ / PM મોદીના કાર્યક્રમ પહેલા અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી 2 સંદિગ્ધની ધરપકડ, PMOનું નકલી કાર્ડ-બંદૂક જપ્ત

Published By: Hiralal Parmar

Last Updated: 04:52 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલા અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી 2 સંદિગ્ધની ધરપકડ કરવામાં આવતાં ચકચાર મચી હતી.

ADVERTISEMENT

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. પીએમ મોદી અહીં ઉદ્ધાટન કરવાના આવવાના હતા. શંકાસ્પદે પોતાને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ના અધિકારી તરીકે ઓળખાવ્યો હતો.

એકની પાસે નકલી કાર્ડ, બીજાની પાસે બંદૂક

તપાસ દરમિયાન વડા પ્રધાન કાર્યાલયનું એક નકલી ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. સુરક્ષા તપાસમાં ઓળખપત્રો નકલી હોવાનું બહાર આવ્યું હતું. બીજા શંકાસ્પદ વ્યક્તિ પાસે પણ બંદૂક હોવાનું કહેવાય છે.  ક્રાઈમ બ્રાન્ચ આ મામલે વધુ તપાસ કરી રહી છે. બંને શંકાસ્પદોના નકલી ઓળખપત્ર અને હથિયારો સાથે આવવા પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. બંનેને મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા.

વધુ વાંચો : વહુએ 6 લાખમાં સોપારી આપીને કરોડપતિ સસરાની હત્યા કરાવી, ડુપ્લીકેટ ચાવી બનાવવા નોકરને 1200 આપ્યા

અટકાયત કરાયેલ વ્યક્તિનું નામ 24 વર્ષીય રોહન પારેખ

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) માંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યાં વડા પ્રધાન મોદીનો એક કાર્યક્રમ યોજાવાનો હતો. અટકાયત કરાયેલ વ્યક્તિની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. તેણે પોતાની ઓળખ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ના અધિકારી તરીકે આપી હતી. તેની સાથે એક બોડીગાર્ડ પણ હતો જે બંદૂકથી સજ્જ હતો. ક્રાઈમ બ્રાન્ચ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કરવાના છે તે પહેલા આ બનાવ બન્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Mumbai Event mumbai jio world center PM Modi Mumbai news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ