ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં "હીરા બાના લાલ મારા ભારતના લાલ" ગીતથી PM મોદીનું સ્વાગત
Last Updated: 01:02 PM, 8 September 2026
ADVERTISEMENT
ગુજરાતમાં આજે PM મોદીનો વડોદરા પ્રવાસ ચર્ચામાં રહ્યો છે. સામાન્ય રીતે રાજકીય કાર્યક્રમોમાં નેતાઓ સ્ટેજ પરથી લોકોને સંબોધતા જોવા મળે છે, પરંતુ વડોદરામાં PM મોદીએ એક અલગ અંદાજ જોવા મળ્યો. MS યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં PM મોદીએ રેમ્પ વોક કરીને GEN-Z યુવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન યુવાનોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT

PM મોદીના આ અલગ અંદાજ સાથે તેમના સ્વાગત માટે ખાસ ગીત પણ વગાડવામાં આવ્યું હતું. ‘હીરા બાના લાલ, મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી’ ગીતથી PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન PM મોદી યુવાનોની વચ્ચે પહોંચ્યા અને તેમની સાથે મુલાકાત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને લઈને પહેલાથી જ વડોદરામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. MS યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ખાસ Y આકારનું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન PM મોદી દ્વારા રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાદ PM મોદી ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત યુવાઓ સહિત લગભગ 6000 લોકોને સંબોધશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને PM મોદીના સંબોધનને લઈને પણ લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી.
ADVERTISEMENT
વડોદરાના કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવતા વર્ષે મે-જૂનમાં બુલેટ ટ્રેન દોડશે. આ નિવેદન બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની બુલેટ ટ્રેન સેવા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગુજરાત માટે મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવે છે. રેલવે મંત્રીના આ નિવેદનથી હવે આવતા વર્ષે મે-જૂન દરમિયાન બુલેટ ટ્રેન દોડવાની આશા વધી છે.
ADVERTISEMENT
વડોદરામાં PM મોદીના સ્વાગતમાં ગુંજયું "સરકારી", "હીરાબાના લાલ મારા ભારતના લાલ છે..."#Vadodara #PMModi #PMModiVisit #Gujarat #VTVDigital pic.twitter.com/K2v7L4DqFa
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 8, 2026
ADVERTISEMENT
વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી નવસારી પહોંચશે. નવસારીમાં તેઓ જિલ્લા ભાજપ કાર્યાલયના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત PM મોદી નવસારીમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ પણ કરશે. એટલે વડોદરાના કાર્યક્રમ બાદ નવસારીમાં પણ PM મોદીનો કાર્યક્રમ મહત્વનો રહેશે.
આ પણ વાંચો : વડોદરામાં PM મોદીનું રેમ્પ વોક, "હીરા બાના લાલ મારા ભારતના લાલ" ગીતથી સ્વાગત
ADVERTISEMENT
આમ, આજે ગુજરાતમાં PM મોદીના પ્રવાસ દરમિયાન વડોદરાનો કાર્યક્રમ અનેક કારણોસર ખાસ રહ્યો. એક તરફ રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, બીજી તરફ GEN-Z યુવાનો સાથે PM મોદીની રેમ્પ વોક અને મુલાકાત, જ્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આવતા વર્ષે મે-જૂનમાં બુલેટ ટ્રેન દોડવાની વાત કરી. હવે વડોદરા બાદ નવસારીમાં PM મોદીના કાર્યક્રમ પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ