ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેતરમાં ભૂંડ ભગાડવા ગયેલી 13 અને 11 વર્ષની બે સગી બહેનો કૂવામાં ખાબકી, કરુણ મો*તથી પરિવારમાં શોક!
Last Updated: 01:21 PM, 8 September 2026
ADVERTISEMENT
દાહોદ: દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરમાં પશુ ભગાવવા ગયેલી બે સગી બહેનો અકસ્માતે કૂવામાં ખાબકી જતાં બંનેનાં ડૂબી જવાથી મોત થયા હતા.
ADVERTISEMENT
બંને બહેનોનું કરુણ મોત થયું
પ્રાપ્ત માહિતી મુજબ, બંને બહેનો ખેતરમાં પશુ ભગાવવા માટે ગઈ હતી. દરમિયાન કોઈ કારણસર તેઓ કૂવામાં પડી ગઈ હતી. કૂવામાં ડૂબી જતાં બંને બહેનોનું કરુણ મોત થયું હતું.
ADVERTISEMENT

સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા હતા. બે સગી બહેનોના અકાળે મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર સુડિયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચોઃ વડોદરામાં "હીરા બાના લાલ મારા ભારતના લાલ" ગીતથી PM મોદીનું સ્વાગત
ADVERTISEMENT
તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
ઘટના અંગે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કૂવામાં બંને બહેનો કેવી રીતે પડી તે અંગેની ચોક્કસ વિગતો તપાસ બાદ સામે આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.