ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથ-જૂનાગઢમાં વરસાદ ખેંચાતા મગફળીનો પાક સુકાયો, ક્યાંક ખેડૂતોએ ટ્રેક્ટર ફેરવ્યું તો ક્યાંક સમય પહેલાં પાક કાઢવાની ફરજ

ગુજરાત / ગીર સોમનાથ-જૂનાગઢમાં વરસાદ ખેંચાતા મગફળીનો પાક સુકાયો, ક્યાંક ખેડૂતોએ ટ્રેક્ટર ફેરવ્યું તો ક્યાંક સમય પહેલાં પાક કાઢવાની ફરજ

Published By: Vishal Khamar

Last Updated: 12:54 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. વરસાદની અછતના કારણે મગફળીના પાકને પુરતા પ્રમાણમાં પાણી ન મળતા પાકનો વિકાસ અટકી જતા પાક નિષ્ફળ જવાની ભીંતી સેવાઈ રહી છે.

ADVERTISEMENT

જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદના અભાવે મગફળીના પાકને પૂરતું પાણી ન મળતા પાકનો વિકાસ અટકી ગયો છે, તો બીજી તરફ રોગચાળાની અસરથી પણ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બે મહિનાની મગફળીમાં પૂરતા ડોડવા ન આવતા હવે ખેડૂતોની આશા બંધાઈ રહી નથી અને કેટલાક ખેડૂતોએ સમય પહેલા જ મગફળીનો પાક ઉપાડી નાખ્યો છે. પ્રતિ વીઘા હજારો રૂપિયાનો ખેતી ખર્ચ કર્યા બાદ પણ પૂરતું ઉત્પાદન ન મળવાની ભીતિ વચ્ચે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાક નુકસાનનો સર્વે કરાવી યોગ્ય સહાય ચૂકવવાની ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

મગફળીનો પાક પાણીના અભાવે સુકાવાની સ્થિતિમાં

કેશોદ પંથકમાં વરસાદ ખેંચાતા મગફળીના પાક પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખેતરોમાં ઉભેલો મગફળીનો પાક પાણીના અભાવે સુકાવાની સ્થિતિમાં છે. બે મહિનાનો પાક હોવા છતાં મગફળીમાં અપેક્ષા મુજબ ડોડવા આવ્યા નથી. જેના કારણે ખેડૂતોની મહેનત અને ખેતી પાછળ કરેલો ખર્ચ પાણીમાં જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદની આશામાં બેઠેલા ખેડૂતો હવે વરસાદ નહીં પડે તો પાક ઉપાડી લેવાની ફરજ પડી રહી હોવાનું જણાવી રહ્યા છે.

મગફળીના છોડમાં રોગની સમસ્યા સર્જાઈ

મગફળીના પાકમાં માત્ર પાણીની અછત જ નહીં, પરંતુ રોગચાળાની અસર પણ જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા પાક નબળો પડ્યો છે અને મગફળીના છોડમાં રોગની સમસ્યા સર્જાઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરિસ્થિતિ એવી બની છે કે કેટલાક ખેડૂતોએ બે મહિનાની મગફળીનો પાક પણ ઉપાડી નાખ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમયગાળામાં મગફળીમાં સારો વિકાસ થઈ જવો જોઈએ, પરંતુ હાલ ખેતરમાં અપેક્ષા મુજબનું ઉત્પાદન જોવા મળી રહ્યું નથી.

ખેડૂતો સમય પહેલા જ પાક ઉપાડી નાંખ્યો

વરસાદની ખેંચ અને પાણીની અછત વચ્ચે મગફળીમાં ખેડૂતોની આશા હવે બંધાતી નથી. પરિણામે ખેડૂતો સમય પહેલા જ પાક ઉપાડી નાખી રહ્યા છે. પાક નિષ્ફળ જવાની સ્થિતિ વચ્ચે હવે આગળ શું વાવેતર કરવું તે અંગે પણ ખેડૂતો મૂંઝવણમાં છે. પાણીની અછતને કારણે અન્ય પાકનું વાવેતર કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે.ખેડૂતો હવે સરકારની સહાય તરફ મીટ માંડીને બેઠા છે.

પાકને લઈને ખેડૂતોની ચિંતા દિવસેને દિવસેને દિવસે વધારો

કેશોદ પંથકમાં મગફળીના પાકને લઈને ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. વરસાદના અભાવે પાકનો વિકાસ અટક્યો છે, જ્યારે રોગચાળાની અસરથી નુકસાનની ભીતિ વધુ ઘેરી બની છે. ખેડૂતો કહે છે કે ખેતી પાછળ મોટો ખર્ચ કર્યા બાદ પણ ઉત્પાદનની આશા રહી નથી. ત્યારે સરકાર દ્વારા મગફળીના પાકની વાસ્તવિક સ્થિતિનો સર્વે કરાવી નુકસાનના પ્રમાણમાં યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

વરસાદ ખેંચાતા મગફળી સંપૂર્ણ પાકી નથી

તો બીજી તરફ ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા મગફળીનો પાક પીળો પડી જતાં પાક ફુગાઈને નિષ્ફળ. ઉના ગીરગઢડા તાલુકાના ખેડૂતો ઉભી મગફળીમાં ભારે હૈયે ટ્રેક્ટર ફેરવ્યું. કાતો મજુરો રાખી મગફળી નેદવા કાઢવી પડી છે હાલ ખેડુતોના કુવામાં પાણી રહ્યા નથી અને વરસાદ ખેંચાતા મગફળી સંપુર્ણ પાકી નથી .અને બીજી તરફ વીજ લાઈટ ના પણ ધાંધીયા થી મગફળીના પાક ને પોષણ પુરતુ પાણી નથી આપી શકાતુ અને વરસાદ ખેંચાયો છે.એટલે મગફળી નો પાક નિષ્ફળ જવાના આરે છે . હોંશે હોશે વાવેલ મગફળી ના બીયારણ નો ખર્ચો એક વીધા ડીટ ૧૫થી ૨૦ હજાર થાય છે .સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા તેવી માંગ ખેડુતો મા ઉઠી છે

બિયારણના પૈસા, દવા તેમજ મજૂરોની દાળી માથે પડી

વરસાદ ખેંચાતા અને પિયતના પાણીની ભારે અછત સર્જાતા પાક સુકાઇ રહ્યા છે, જેનાં કારણે ખેડૂતોને ઉભી મગફળીમાં ટ્રેક્ટર ફેરવી દેવાનો વારો આવ્યો છે. પાણી વિના ન પાક કેર મગફળી મજુરો રાખીને કઢાવવા ધરતી પુત્રો મજબુર બન્યા છે.ખેડુતો ને બીયારણ ના પૈસા અને દવા તેમજ મજુરોની દાળી માથે પડી છે એમાં બચીકુચેલો પાકનો પોષણ સમ ભાવ પણ નથી મળતો.

મગફળીનો પાક પીળો પડી જતાં પાક નિષ્ફળ

ઉના તથા ગીરગઢડા તાલુકામાં વરસાદ ખેંચાતા મગફળીનો પાક પીળો પડી જતાં પાક નિષ્ફળ. ખેડૂતે ઉભી મગફળીમાં ભારે હૈયે ટ્રેક્ટર ફેરવ્યું..કાંતો મજુરો પાસે મગફળી નેદાવી પડી છેવરસાદ ખેંચાતા અને પિયતના પાણીની ભારે અછત સર્જાતા પાક સુકાઇ રહ્યા છે, અને બીજી તરફ વીજ લાઈટ પુરતી જેના કારણે મગફળી ને કુવા માં બચેલ પાણી છે એ પણ પાઈ સગતા નથી.

ખેડૂતોએ ભારે હૈયે ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દીધા

ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન થવાના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઇ છે. વરસાદ ખેંચાતા અને પિયતના પાણીની ભારે અછત સર્જાતા પાક સુકાઇ રહ્યા છે. જેના કારણે ખેડૂતોને પોતાના તૈયાર થયેલા પાક પર ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવી દેવાનો વારો આવ્યો છે. મગફળી નો પાક કાઢવા નો પણ ખર્ચે નો બોજ સહન કરવો પડ્યો છે. ઉના તાલુકાના રેવદ ગામના ખેડૂત અરજણભાઈ નારણભાઈ જાખોત્રાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેમણે ચાલુ સીઝનમાં તેમની માલિકીની સોખડા ગામની ખેતીની 06 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જોકે, યોગ્ય સમયે વરસાદ ન થવાના કારણે અને મગફળી પીળી પડી જવાને લીધે આખો પાક નિષ્ફળ ગયો છે. પાક બળવા લાગતા આખરે ભારે હૈયે તેમણે 06 વીઘાના મગફળીના ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દેવાની ફરજ પડી છે.

આ પણ વાંચોઃ કાકા હોસ્ટેલમાં મૂકીને ઘેર પહોંચે તે પહેલા ભત્રીજાએ જીવન ટૂંકાવ્યું, પરિવારને માટે આભ ફાટ્યું

ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયું

ખેડૂતે પોતાના આર્થિક બોજ અંગે વિગતો આપતા જણાવ્યું કે, બિયારણ, ખાતર, દવા અને મજૂરી મળીને પ્રતિ વીઘે રૂ. 15,000 થીં 20,000નું સીધું નુકસાન થયું છે. આટલી મોટી રકમનું રોકાણ કર્યા બાદ પણ હાથમાં કશું ન આવતાં ખેડૂત પરિવાર ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયો છે. ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે કે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની તીવ્ર અછત હોવાથી સમગ્ર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. આ ઉપરાંત, પીડિત ખેડૂતોને આર્થિક મદદ અને વળતર (સહાય) આપવાની પણ અપીલ કરવામાં આવી છે જેથી ખેડૂતો અને પશુપાલકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gir Gadhada Gir Somnath Una

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ