ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળી-છઠ માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સહિતના રૂટ પર ટ્રેનો, કન્ફર્મ ટિકિટ માટે બુકિંગ શરૂ!

ગુજરાત / દિવાળી-છઠ માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સહિતના રૂટ પર ટ્રેનો, કન્ફર્મ ટિકિટ માટે બુકિંગ શરૂ!

Published By: Nidhi Panchal

Last Updated: 02:38 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી અને છઠના તહેવાર દરમિયાન ઘરે જવા માંગતા મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ અને ઈન્દોર વચ્ચે દોડતી 3 જોડી એટલે કે કુલ 6 ખાસ ટ્રેનોનો સમયગાળો હવે નવેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યો છે.

ADVERTISEMENT

દિવાળી અને છઠનો તહેવાર નજીક આવે એટલે ટ્રેનોમાં મુસાફરોની ભીડ વધી જાય છે. ખાસ કરીને મુંબઈથી ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળે છે. ત્યારે ઘરે જવા માંગતા મુસાફરો માટે પશ્ચિમ રેલવે તરફથી રાહતના સમાચાર આવ્યા છે. પશ્ચિમ રેલ્વેએ દિવાળી અને છઠ માટે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ તેમજ ઈન્દોર વચ્ચે દોડતી ત્રણ જોડી ખાસ ટ્રેનોનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે. એટલે કે કુલ છ ખાસ ટ્રેનોની સેવા હવે નવેમ્બર 2026 સુધી અલગ અલગ તારીખે ચાલુ રહેશે.

railyway-train

ભારતીય રેલવે અનુસાર, આ ખાસ ટ્રેનો 25 નવેમ્બરથી 30 નવેમ્બર, 2026 સુધી અલગ અલગ તારીખે દોડશે. આ નિર્ણયથી મુંબઈથી ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ જતા મુસાફરોને તહેવારો બાદ પણ વધારાની ટ્રેન સેવાનો લાભ મળશે. તહેવારોના સમયમાં ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બનતી હોય છે, ત્યારે આ ખાસ ટ્રેનો મુસાફરો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

ટ્રેનોમાં ટ્રેન નંબર 09087 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સામેલ

પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી ખાસ ટ્રેનોમાં ટ્રેન નંબર 09087 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સામેલ છે. આ ખાસ ટ્રેન દર બુધવારે દોડશે અને તેનું સંચાલન 25 નવેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યું છે. તેની સામે ટ્રેન નંબર 09088 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ દર ગુરુવારે પરત દિશામાં દોડશે અને આ ટ્રેન 26 નવેમ્બર 2026 સુધી કાર્યરત રહેશે.

સેન્ટ્રલ-ઈન્દોર પણ મુસાફરો માટે ચાલુ

આ ઉપરાંત ટ્રેન નંબર 09079 મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર પણ મુસાફરો માટે ચાલુ રહેશે. આ ટ્રેન દર રવિવાર અને મંગળવારે દોડશે અને તેનું સંચાલન 29 નવેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યું છે. જ્યારે તેની પરત દિશાની ટ્રેન નંબર 09080 ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ દર સોમવાર અને બુધવારે દોડશે. આ સેવા મુસાફરો માટે 30 નવેમ્બર 2026 સુધી ઉપલબ્ધ રહેશે.તે સિવાય ટ્રેન નંબર 09085 મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર પણ ખાસ ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેન દર સોમવાર અને શુક્રવારે દોડશે અને તેની સેવા 27 નવેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. જ્યારે ટ્રેન નંબર 09086 ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ દર મંગળવાર અને શનિવારે દોડશે. તેનું સંચાલન 28 નવેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યું છે.

બુકિંગ શરૂ થઈ ગયું

દિવાળી અને છઠ માટેની આ તમામ ખાસ ટ્રેનોનું બુકિંગ શરૂ થઈ ગયું છે. જો તમે પણ ખાસ ટ્રેન દ્વારા દિવાળી અથવા છઠ માટે ઘરે જવાનું વિચારી રહ્યા હો, તો વહેલી તકે ટિકિટ બુક કરાવવી ફાયદાકારક રહેશે. મુસાફરો પોતાના મોબાઇલ એપ્લિકેશન અથવા IRCTC વેબસાઇટ દ્વારા ટિકિટનું બુકિંગ કરી શકે છે.

આ પણ વાંચો : ખેતરમાં ભૂંડ ભગાડવા ગયેલી 13 અને 11 વર્ષની બે સગી બહેનો કૂવામાં ખાબકી, કરુણ મો*તથી પરિવારમાં શોક!

નોંધનીય છે કે ભારતીય રેલવે દર વર્ષે તહેવારોની સીઝનમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેનો ચલાવે છે. ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશ માટે મોટી સંખ્યામાં ખાસ ટ્રેનો દોડાવવામાં આવે છે, કારણ કે દિલ્હી અને અન્ય મોટા શહેરોમાંથી આ રૂટ પર તહેવારો દરમિયાન ભારે ભીડ રહે છે. આ વખતે પણ રેલવે દ્વારા ઘણી ખાસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. હવે મુંબઈથી ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ જતા મુસાફરોને પણ આ વધારાની ટ્રેન સેવાનો લાભ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Ahmedabad Train Chhath Special Trains Diwali Special Trains

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ