ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદીએ નવસારીમાં 'નમો કમલમ'નું લોકાર્પણ કર્યું, 389 ગામોમાં 4000 સ્ક્રીન પર લાઈવ પ્રસારણ
Last Updated: 03:19 PM, 8 September 2026
ADVERTISEMENT
વડોદરાના કાર્યક્રમ બાદ પીએમ મોદી નવસારી પહોંચ્યા હતા જ્યાં તેમણે દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ધાટન કર્યું હતું. સમગ્ર જિલ્લામાં 4000 સ્ક્રીન પરથી 1.15 લાખ લોકો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા છે.
ADVERTISEMENT
1100 બહેનોએ કળશથી પીએમનું સ્વાગત કર્યું
વડાપ્રધાન હેલિપેડ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરાયું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ 1100 બહેનો માથે કળશ મૂકીને તેમના આગમનને વધાવ્યું. 500 જેટલા પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવ્યું. આ સિવાય 30 બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદ્યો વગાડીને વાતાવરણ ગજવી નાખ્યું.
ADVERTISEMENT
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન ‘નમો કમલમ’ની મુલાકાત લીધી
ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ ‘નમો કમલમ’ પરિસરની મુલાકાત લીધી હતી અને અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું તથા આધુનિક લાઈબ્રેરીની પણ મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT
389 ગામોમાં પીએમ મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ
ADVERTISEMENT
નવસારીના તમામ 389 ગામોમાં 4000 જેટલી સ્ક્રીન ગોઠવાઈ હતી. 1.15 લાખથી વધુ લોકોએ પોતપોતાના ગામમાં બેસીને આ કાર્યક્રમ લાઈવ જોયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.