ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 635 કરોડનું મોટું ફ્રોડ, 'Apna Pay'થી 1.50 લાખ લોકોને લૂંટ્યાં, અમરેલી પોલીસે 6ની ધરપકડ કરી

ક્રાઈમ / ગુજરાતમાં 635 કરોડનું મોટું ફ્રોડ, 'Apna Pay'થી 1.50 લાખ લોકોને લૂંટ્યાં, અમરેલી પોલીસે 6ની ધરપકડ કરી

Published By: Hiralal Parmar
Reported By: Dilip Jiruka

Last Updated: 04:06 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી પોલીસે ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ફ્રોડમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના બાદ ચકચાર મચી છે.

ADVERTISEMENT

અમરેલીમાં કરોડો રૂપિયાના ચર્ચિત સાયબર ફ્રોડ કેસમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. 'SD Pay' અર્થાત 'Apna Pay' નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે દૈનિક ઊંચા વળતર અને રેફરલ બોનસની લાલચ આપી ગુજરાતના લાખો રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે.

6 આરોપીઓની ધરપકડ

આ મહાકૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખી અમરેલી પોલીસ અધિક્ષક દ્વારા એએસપી જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ ખાસ એસઆઇટી (SIT) ની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સુરત, મહેસાણા અને ગાંધીનગરથી આ કૌભાંડમાં સંકળાયેલા ૬ જેટલા મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

'SD Pay' એપના 10 લાખ યૂઝર્સ

ઝડપી નાણાં બમણા કરવાની અને રોકાણ પર દૈનિક અસાધારણ કેશબેક આપવાની લાલચ આપીને આચરવામાં આવેલા આ સાયબર કૌભાંડના તાર સમગ્ર રાજ્યમાં ફેલાયેલા છે. આરોપીઓએ 'SD Pay' એપ્લિકેશન બનાવી પ્લે સ્ટોર પર મુકી હતી, જેના 10 લાખથી પણ વધુ ડાઉનલોડ્સ અને યુઝર્સ હોવાનું સામે આવ્યું છે.

634 કરોડનો ફ્રોડ કર્યો

પ્રાથમિક તપાસમાં જણાવા મળ્યા મુજબ, પકડાયેલા આરોપીઓએ પોતાના રેફરલથી જ દોઢ થી પોણા બે લાખ લોકોને આ નેટવર્કમાં જોડ્યા હતા. આ કૌભાંડ આચરવા માટે આરોપીઓએ 'એસ.ડી. હબ', 'શિવ ધરતી કોમ્યુનિકેશન' અને 'ઉપાય ડિજી' જેવી કુલ ૭ બોગસ કંપનીઓ ઉભી કરી હતી. આ કંપનીઓના અલગ-અલગ 15 બેંક ખાતાઓમાં રૂ. 634 કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન અને જમા રકમ મળી આવી છે. આ સિવાય એનસીસીઆરપી (NCCRP) પોર્ટલ પર પણ આ કંપનીઓના ખાતાઓ વિરૂદ્ધ દેશભરમાંથી ૮૩ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

વધુ વાંચો : વડોદરામાં PM મોદીએ કહ્યું, અગાઉની સરકારમાં ફાઈલો લટકતી-ભટકતી હતી, 6 હજારથી વધુ Gen-Z સાથે સંવાદ!

5 લાખના રોકાણ પર આકર્ષક વળતરની ઓફર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ 1,૦૦૦ થી લઈને 5 લાખ કે તેથી વધુના રોકાણ પર રોજના 0.15% થી 0.30% સુધીનું વળતર આપવાની લાલચ આપતા હતા. આ ઉપરાંત 15 લેવલ સુધીના રેફરલ કમિશનની લાલચ આપી લોકોને જાળમાં ફસાવવામાં આવતા હતા. હાલ એસઆઇટી દ્વારા પકડાયેલા તમામ ૬ આરોપીઓના ૩૦ થી ૩૫ જેટલા બેંક ખાતાઓની બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક ધારણા મુજબ તપાસ આગળ વધતા આંકડો હજુ પણ મોટો થઈ શકે છે તેમજ વધુ આરોપીઓ અને બેંક ખાતાઓના ખુલાસા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

amreli news amreli crime news crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ