ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bigg Boss 20: આમ્રપાલિ દુબે અને અરિશ્ફા ખાન વચ્ચે ઉગ્ર ઝઘડો, 'સંસ્કારો' સુધી પહોંચી વાત!
Last Updated: 05:24 PM, 8 September 2026
ADVERTISEMENT
રિયાલિટી શો 'બિગ બોસ 20' ની શરૂઆત સાથે જ ઘરની અંદર વિવાદો અને લડાઈ-ઝઘડાનો નવો તબક્કો શરૂ થઈ ગયો છે. ત્રીજા જ એપિસોડમાં ઘરનું વાતાવરણ અત્યંત ગરમ જોવા મળશે. અત્યાર સુધી શાંત રહેલી ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલિ દુબે અને એક્ટ્રેસ માહી વિજ સામે 25 વર્ષીય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અરિશ્ફા ખાને મોરચો માંડ્યો છે, જેને પગલે ઘરમાં ઉગ્ર બબાલ થઈ છે.
ADVERTISEMENT
#Arishfa ke behaviour ko lekar ghar mein macha bawaal 💥
— JioHotstar Reality (@HotstarReality) September 7, 2026
Dekhiye #BiggBoss20 ka naya episode, har roz raat 9 baje #JioHotstar par aur 10:30 baje #Colors par.#BiggBoss20 #BiggBossOnJioHotstar pic.twitter.com/byCTAWOHJF
ADVERTISEMENT
અરિશ્ફા ખાન ઘરના સભ્યો તેના પ્રત્યે નાના બાળકી જેવું વર્તન કરે છે તે વાતથી નારાજ છે. લિવિંગ રૂમમાં ચર્ચા દરમિયાન અરિશ્ફાએ દાવો કર્યો હતો કે તેનું મગજ અન્ય સભ્યો કરતાં વધુ શાર્પ છે. આ મામલે આમ્રપાલિ અને માહી વિજે તેને અટકાવવાનો પ્રયાસ કરતા જ અરિશ્ફાએ બંનેને 'હિપોક્રેટ' (પાખંડી) કહી દીધાં હતાં. આ ટિપ્પણીથી આમ્રપાલિનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને વાત બંનેના પરિવાર તથા સંસ્કારો સુધી પહોંચી ગઈ હતી.
Tomorrow Episode Promo: It’s Choti Bachhi Arishfa Vs Amrapali & Mahhi #Bigg-#BBTak pic.twitter.com/YnnhZRJnPM
— BBTak (@BiggBoss_Tak) September 7, 2026
ADVERTISEMENT
બીજી તરફ, ઘરમાં પ્રથમ કેપ્ટન બનવા માટે યોજાયેલો 'કેક ટાસ્ક' પૂરો થઈ ગયો છે. કાઝી તૌકીર આ ટાસ્કના સંચાલક હતા, કારણ કે કનિકા માને અગાઉ જ પોતાના 'વરદાન' નો ઉપયોગ કરીને કાઝીને રેસમાંથી બહાર કરી દીધા હતા. તાજેતરના અહેવાલો મુજબ, આ ટાસ્કના વિજેતા તરીકે ગુલ્લૂ (કુશલ તંવર), આસિફ ખાન અને રેપર યંગ DSA બહાર આવ્યા છે. હવે આ ત્રણેય સ્પર્ધકો વચ્ચે ઘરના પ્રથમ કેપ્ટન બનવા માટે આકરી સ્પર્ધા થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વાયરલ ગર્લ રિયા અહીરને બિગ બોસમાં No એન્ટ્રી, સ્ટેજ પરથી જ પરત ફરી
ADVERTISEMENT
કેપ્ટન્સી ટાસ્કની સાથે જ બિગ બોસે ઘરના સભ્યો પર પ્રથમ નોમિનેશનનો બોમ્બ પણ ફોડી દીધો છે. 24*7 બ્રોડકાસ્ટના અહેવાલો અનુસાર, ઘરમાં પ્રથમ નોમિનેશન ટાસ્ક પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કોણ કોને ઘરની બહાર કરવા માટે નિશાનો બનાવે છે અને ગુલ્લૂ, આસિફ તથા યંગમાંથી બિગ બોસ 20 નો પ્રથમ કેપ્ટન કોણ બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો