ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની સિવિલ હોસ્પિટલમાં યુવતી સાથે વિધર્મીએ અડપલાં કર્યાં, લોકોએ માર મારીને પોલીસને સોંપ્યો
Last Updated: 05:43 PM, 8 September 2026
ADVERTISEMENT
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં યુવતીની છેડતી થતાં ભારે હોબાળો મચ્યો હતો. કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભેલી યુવતી સાથે વૃદ્ધે અડપલાં કર્યા હતા. યુવતીએ તાત્કાલિક બૂમાબૂમ કરતાં આસપાસ હાજર દર્દીઓના સગાઓ દોડી આવ્યા હતા. છેડતીની ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ વૃદ્ધને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી જતાં સિક્યુરિટી સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચ્યો હતો.
ADVERTISEMENT
યુવતીએ 112 પર કોલ કરી પોલીસ બોલાવી
સુરત સિવિલ હોસ્પિટલમાં પોતાની કામગીરી અર્થે આવેલી યુવતી સાથે અચાનક વૃદ્ધે અડપલાં કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતાં અને લોકોનો રોષ જોતાં યુવતીએ 112 નંબર પર કોલ કરી પોલીસ મદદ માગી હતી.
ADVERTISEMENT
વૃદ્ધની ધરપકડ
ADVERTISEMENT
પોલીસ ટીમ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. લોકોના ટોળામાંથી આરોપી વૃદ્ધને છોડાવીને પોલીસે તેની અટકાયત કરી લીધી હતી અને આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.